મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

પ્રિયંકા ગાંધીના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસના ધરણાંઃ પોલીસ સાથે સંઘર્ષ પછી નેતાઓની કરાઈ અટકાયત

અમદાવાદ તા. ર૦ઃ ગઈકાલથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી યુપીના સોનભદ્ર હત્યાકાંડ અંગે યુપી સરકાર સામે જંગે ચડ્યા છે. જેના સમર્થનમાં અમદાવાદના કોચરબ આશ્રમ પાસે પ્રદેશ કોંગ્રેસે ધરણાં યોજતા પોલીસ સાથે ઝપાઝપી પછી અમિત ચાવડા સહિતના કોંગી નેતાઓની અટકાયત થઈ છે.

સોનભદ્ર હત્યાકાંડ મામલે પ્રિયંકા ગાંધીના યુ.પી. સરકાર સામેના જંગના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસે કોચરબ આશ્રમ પાસે આજે ધરણાં યોજ્યા હતાં. આ પ્રદર્શન દરમિયાન રસ્તા રોકવાનો પ્રયાસ કરતા કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, શેહર પ્રમુખ શશિકાંત પટેલ, ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓની વેજલપુર પોલીસે અટકાયત કરી હતી.

આ સમયે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં એક કાર્યકરને ઈજા થઈ હતી. ત્યારપછી આ તમામ નેતાઓ પોલીસ સ્ટેશનમાં જ ધરણા પર બેઠા હતાં. કોંગ્રેસ દ્વારા પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તેમજ એક કાર્યકરની તબિયત લથડતા તેને વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે અમિત ચાવડાએ કહ્યું કે, નરસંહારના મૃતક પરિવારોની મુલાકાતે જઈ રહેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીની ભાજપ સરકારના ઈશારે સ્થાનિક પોલીસ દ્વારા ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે, ભાજપનું જ્યાં જ્યાં શાસન છે ત્યાં ત્યાં લો અને ઓર્ડરની સ્થિતિ બગડી રહી છે. ભાજપ દમનકારી નીતિ અપનાવી રહી છે. જો સરકારના કામમાં ફરક નહીં આવે તો અમે વારંવાર રસ્તા રોકો આંદોલન કરીશું. અમે તેમની સામે ઊભા રહીશું.

ઉલ્લેખનિય છે કે, સોનભદ્રમાં એક જમીન વિવાદમાં ગામના સરપંચ અને તેમના ટેકેદારોએ સામેના જુથ પર ગોળીબાર કરતા ૧૦ લોકોના મોત થયા હતાં. જેને પગલે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને શુક્રવારે સોનભદ્ર જતા અટકાવાયા હતાં, પરંતુ તેઓ ટેકેદારો સાથે રોડ પર જ બેસી જતાં તેમને એક ગેસ્ટ હાઉસમાં લઈ જવાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription