જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

ગુજરાતમાં રાહુલની દસ જનસભાનું આયોજનઃ પ્રિયંકા પણ આવશે!

અમદાવાદ તા. ૧૪ઃ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોના પ્રચારાર્થે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દસ જનસભાઓને સંબોધન કરે તે રીતે તેના પ્રચાર પ્રવાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમની સાથે પ્રિયંકા ગાંધીને પણ જનસભાને સંબોધન કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી આમંત્રણ પાઠવી ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં યોજાયેલા સીવીસીની બેઠક તથા ત્યાર પછી યોજાયેલ જનસંકલ્પ રેલીને મળેલી અદ્દભૂત સફળતા પછી ગુજરાતમાં કોંગ્રેસને વધુમાં વધુ બેઠકો મળે તે માટે કોંગ્રેસે કમર કસી છે. ગત ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કરૃણ રકાસ થયા પછી ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માંડમાંડ બહુમતિ મળી હતી. આથી પલ્ટાયેલા સંજોગોમાં કોંગ્રેસ મોટું ગાબડું પાડી શકે તેવી શક્યતામાં રાહુલ-પ્રિયંકાની જનસભાઓ ખૂબ અસરકર્તા બની રહે તે માટે રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00