પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

પ્રિયંકાનો વારાણસીમાં આજે રોડ-શો યોજાશેઃ મંદિરોમાં પૂજા-અર્ચના કરશે

વારાણસી તા. ૧પઃ પ્રિયંકા ગાંધીનો વારાણસીમાં આજે રોડ-શો યોજાશે, તે ઉપરાંત કાશી માટે અલગથી ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરાયો છે.

લોકસભા ચૂંટણીના મતદાનમાં હવે અંતિમ તબક્કો જ બાકી છે. સાતમા અને અંતિમ તબક્કામાં ૮ રાજ્યોની પ૯ સીટ પર ૧૯ મે ના વોટિંગ થશે. જે સીટ પર વોટિંગ છે તેમાં વડાપ્રધાન મોદીની વારાણસી સીટ પણ સામેલ છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા આજે બનારસ પહોંચશે અને કોંગ્રેસના ઉમેદવાર અજય રાયના સમર્થનમાં રોડ-શો કરશે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો રોડ-શો બનારસ હિંદુ યુનિવર્સિટી (બીએચયુ) ના ગેટ પર મદન માલવિયાની પ્રતિમાથી શરૃ થશે જે દશાશ્વમેઘ ઘાટ પર પૂરો થશે. કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે પ્રિયંકાના રોડ-શોમાં ભીડ એકઠી કરવા માટે વ્યાપક યોજના બનાવવામાં આવી છે. પ્રિયંકા રોડ-શો પછી કાશી વિશ્વનાથ મંદિર અને કોતવાલી વિસ્તાર સ્થિત કાલ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના પણ કરશે. મોદીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા રપ એપ્રિલે વારાણસીમાં આ જગ્યાએથી જ રોડ-શો શરૃ કર્યો હતો અને પૂરો પણ દશાશ્વમેઘ ઘાટ પર જ કર્યો હતો.

વારાણસી સંસદીય સીટ માટે મંગળવારે કોંગ્રેસે રાષ્ટ્રીય ચૂંટણી ઢંઢેરાથી અલગ મેનિફેસ્ટો જાહેર કર્યો. ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા સમયે રાષ્ટ્રીય પ્રવક્તા પંખુડી પાઠક અને વારાણસીના ઉમેદવાર અજય રાય ઉપસ્થિત રહ્યા હતાં. કોંગ્રેસ તરફથી વારાણસી માટે અલગ જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં અનેક મોટા વાયદાઓ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે આ ચૂંટણી ઢંઢેરાને વચન પત્ર નામ આપ્યું છે. મેનિફેસ્ટો જાહેર કરતા પંખુડી પાઠકે કહ્યું હતું કે, ભાજપ હંમેશાંથી મેનિફેસ્ટો બહાર પાડે છે, પરંતુ કદી વચનોને પૂરા કર્યા નથી. અજય રાય કાશીના પુત્ર છે અને તમારા નેતા છે ત્યારે તેઓ વાયદાઓને પણ પૂર્ણ કરી શકશે. તેથી જ કોંગ્રેસે વારાણસી માટે અલગથી વચન પત્ર જાહેર કર્યું છે.

કોંગ્રેસે વારાણસીના ચૂંટણી ઢંઢેરામાં વિશ્વનાથ કોરિડોર યોજના માટે તોડવામાં આવેલા પૌરાણિક મંદિરોને પૂર્નસ્થાપિત કરવા, ગંગાને સ્વચ્છ કરવાની યોજનાને સમયસર પૂર્ણ કરવા, સાઈબર પ્રોદ્યોગિક ટાઉનશિપનો વિકાસ કરવા, વારાણસીમાં એએઆઈએમએસ જેવી નહીં પણ સંપૂર્ણ એએઆઈએમએસના નિર્માણની માગ પૂરી કરવા, કાશીના પર્યટન ઉદ્યોગને વધુ વિકસિત કરવા, સાહિત્ય પરંપરાના સંવધર્ન માટે કેન્દ્રિય સાહિત્ય શોધ સંસ્થાનની સ્થાપના  કરવા અને મેટ્રો રેલ પ્રોજેક્ટનો વિકાસ કરવાના વાયદાઓ કરવામાં આવ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription