ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

જામનગરમાં પ્રા. શિક્ષક સંઘ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજાયો

જામનગર તા. ૧૧ઃ જામનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને વાચા આપવા આજે ધરણાં કર્યા હતાં અને સાંસદને પત્ર પાઠવી રજુઆત કરી હતી.

જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની આગેવાની હેઠળ પ્રાથમિક શિક્ષકો દ્વારા આજે જામનગરમાં ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સાંસદ પૂનમબેન માડમને સંઘ દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી હતી કે ફિક્સ પગાર કામ કરતા શિક્ષકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. ૧૯૯૭થી ભરતી થયેલા શિક્ષકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ જેવા કાર્યમાં નિષ્ઠા ખંતથી કામ કરતા શિક્ષકો અજંપા સાથે બાળકોને અભ્યાસ કરાવે તે બાબત યોગ્ય નથી. આથી સત્વરે ૧૯૯૭થી આજ સુધી ભરતી થયેલા તમામ શિક્ષકોને બીજા કર્મચારીની માફક બઢતી સિનીયોરીટી અને ઉચ્ચતર પગાર ધોરણના લાભ આપવા જોઈએ.

આજે જિલ્લાકક્ષાએ ધરણાં-આવેદન આપી પ્રશ્નને વાચા આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે. તા. ૧૧ થી ૧૬ કાળી પટ્ટી બાંધી શિક્ષકો ફરજ બજાવશે અને ૧૫ અને ૧૬ ફેબ્રુઆરીના ગાંધીનગરમાં ધરણાં કરી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવાશે.

(તસ્વીરઃ પરેશ ફલીયા)

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00