પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

રાફેલ મુદ્દે વડાપ્રધાન મોદી સામે કેસ કરી તેઓને જેલમાં મોકલવા જોઈએઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી તા. ૧રઃ રાફેલ મુદ્દે દરરોજ નવા ધડાકા થઈ રહ્યા છે. આજે રાહુલ ગાંધીએ એક ઈ-મેઈલનો ઉલ્લેખ કરીને ફ્રાન્સના સંરક્ષણ અધિકારીઓ સાથે મુલાકાત કરનાર અનિલ અંબાણીને ડીલની જાણકારી ક્યાંથી મળી? તેની તપાસ કરવા અને વડાપ્રધાન  મોદી સામે કેસ કરીને જેલમાં મોકલવા જોઈએ  તેવો ધ્રુજારો રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર ફરી આકરા પ્રહાર કર્યા છે. આજે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ એક ઈમેલનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, એરબેઝ કંપનીના એક્ઝિક્યૂટિવે ઈમેલમાં લખ્યું છે કે, ફ્રાન્સના રક્ષા મંત્રીની ઓફિસમાં અનિલ અંબાણી ગયા હતાં. મિટિંગમાં અંબાણીએ કહ્યું હતું કે, જ્યારે પીએમ આવશે ત્યારે એક એમઓયુ સાઈન કરવામાં આવશે. જેમાં અનિલ અંબાણીનું નામ હશે. એટલે કે રાફેલ ડીલમાં. આ વિશે ભારતના તે સમયના રક્ષા મંત્રી, એચએએલ અને વિદેશ મંત્રીને પણ કંઈ જ જાણ નહતી, પરંતુ રાફેલ ડીલના ૧૦ દિવસ પહેલા જ અનિલ અંબાણીને આ વિશે કેવી રીતે ખબર પડી. તેઓ અર્થ એવો થયો કે, વડાપ્રધાન અનિલ અંબાણીના મિડલ મેન તરીકે કામ કરી રહ્યા હતાં. માત્ર આ જ આધાર પર ટોપ સિક્રેટ કોઈની સાથે શેર કરવા માટે વડાપ્રધાન પર કેસ થવો જોઈએ. તેમને જેલમાં પણ મોકલવા જોઈએ. આ દેશદ્રોહનો કેસ છે. બીજી તરફ પ્રેસ-મીડિયામાં પણ રાફેલ મુદ્દે વિવિધ અહેવાલો વહેતા થયા છે. કોંગ્રેસ રાફેલ ડીલને લઈ મોદી સરકારને બરાબર ઘેરી રહી છે, ત્યારે આજે પાછો એક નવો ખુલાસો આવ્યો છે કે રાફેલ ડીલ થવાની હતી તેના પંદરદિવસ પહેલા જ અનિલ અંબાણીએ ફ્રાન્સના રક્ષા મંત્રી સાથે મુલાકાત કરી હતી.

એક અંગ્રેજી અખબારમાં છપાયેલા રિપોર્ટના હવાલાથી આવી રહેલા અહેવાલો મુજબ પ્રમાણે માર્ચ ર૦૧પ ના ચોથા સપ્તાહમાં બિઝનેસમેન અનિલ અંબાણી તત્કાલિન કેન્દ્ર રક્ષામંત્રી જીન-વી લી ડ્રાયનને પેરિસ સ્થિત તેમની ઓફિસમાં મળવા પહોંચ્યા હતાં અને ટોચના સલાહકારો સાથે મુલાકાત કરી હતી. તેના લગભગ ૧પ દિવસ પછી પીએમ મોદીએ ફ્રાન્સ સાથે ૩૬ રાફેલ એરક્રાફ્ટ વિમાન ખરીદવાની જાહેરાત કરી હતી.

આ મિટિંગમાં ફ્રેન્ચ રક્ષા મંત્રીના સ્પેશ્યલ એડવાઈઝર જીન ક્લોડ મેલેટ, તેમના ઈન્ડસ્ટ્રીઝના એડવાઈઝર ક્રિસ્ટોફી સોલોમોન અને ઈન્ડસ્ટરિયલ અફેર્સ માટે ટેકનિકલ એડવાઈઝર જ્યોફ્રી બુકેટ પણ સામેલ હતાં. સોલોમન એ એક યુરોપિયન ડિફેન્સ કંપનીના ટોચના અધિકારીઓની અંબાણી સાથે મુલાકાતને 'ગુપ્ત અને કલ્પના પ્રમાણે ખૂબ જ ઓછા સમયમાં પ્લાન' ગણાવ્યો હતો. આ મિટિંગ અંગે જાણતા એક અધિકારીએ કહ્યું કે, અંબાણીએ એરબસ હેલિકોપ્ટર્સની સાથે વ્યાપારિક અને સામારિક હેલિકોપ્ટર્સ બન્ને મોર્ચા પાર સાથે કામ કરવાની વાત ઈચ્છા વ્યક્ત કરી હતી.

કહેવાય છે કે અનિલ અંબાણીએ આ મુલાકાતમાં એમઓયુનો ઉલ્લેખ કર્યો જે તૈયાર થઈ રહ્યા હતાં અને તેના પર પીએમની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થવાના હતાં. બધાને ખબર હતી કે પીએમ મોદી ૯ થી ૧પ મી એપ્રિલની વચ્ચે ફ્રાનસની સત્તાવાર મુલાકાત કરવાના છે. અંબાણી પીએમની મુલાકાત પર પ્રતિનિધમંડળનો ભાગ હતાં. જ્યારે ૩૬ લડાકુ વિમાનો માટે ડીલનો મોદી અને તત્કાલિન ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ દ્વારા જાહેરાત કરાઈ હતી. બન્નેની તરફથી એક જોઈન્ટ સ્ટેટમેન્ટ રજૂ કરીને આ વાતની જાહેરાત કરાઈ હતી.

સંજોગથી અંબાણી અને ફ્રેન્ચ ઓફિસરોની મુલાકાતવાળા સપ્તાહમાં ર૮ માર્ચ ર૦૧પ ના રિલાયન્સ ડિફેન્સની શરૃઆત થઈ. જ્યારે ૮ એપ્રિલ ર૦૧પ ના તત્કાલિન વિદેશ સચિવ એસ જયશંકરે પીએમ મોદીની વિદેશ મુલાકાતને લઈ મીડિયા બ્રિફિંગમાં રાફેલ સાથે જોડાયેલ અટકળોને નકારી દીધી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription