ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

રેલવેકર્મીઓને મળ્યું ૭૮ દિવસનું બોનસઃ ડિવિઝનના સાત હજારને પણ મળશે લાભ

જામનગર તા. ૧૧ઃ રેલવે દ્વારા ૭૮ દિવસના બોનસની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી રાજકોટ રેલવે ડિવિઝનના સાત હજાર કર્મચારીઓને લાભ મળશે.

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના રાજકોટ ડિવિઝનના ચેરમેન મહેશભાઈ છાંયા અને સેક્રેટરી નિખિલભાઈ જોષીના જણાવ્યા મુજબ રેલવે કર્મચારીઓને બોનસ મળે તે માટે ૧૯૭૪ માં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા હડતાલ કરવામાં આવી હતી. આ હડતાલમાં અન્ય કોઈ યુનિયન સામેલ ન હતી. આ હડતાલ સ્વરૃપે રેલ કર્મચારીઓને બોનસ મળતું થયું છે.

ઓખાથી વિરમગામ અને નવલખીથી વાંકાનેર સુધીના સાત હજાર રેલ કર્મચારીને ઉત્પાદક્તા સંલગ્ન ૭૮ દિવસનું બોનસ મળશે. આથી દરેક કર્મચારીને ૧૭,૯પ૦ લેખે મળવાપાત્ર છે. આ રકમ દશેરા પહેલા ચૂકવી અપાશે. શરૃઆત ૧૪ દિવસના બોનસ આપવાની થઈ હતી જેમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની લડતના કારણે ૭૮ દિવસનું મળવા પાત્ર થયેલ છે.

રેલવેની આ જાહેરાતને યુનિયનના આગેવાનો ભાવેશ મહેતા, નરેશ ખટવાણી, સતિષભાઈ ઓઝા, અભીજીત શાહ, આર.બી. બારડ, હિંમતસિંહ, નંદુભા, ઘનશ્યામસિંહ જાડેજા, માનસિંહભાઈ વગેરેએ આવકારી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00