ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

'ઉદય' સંગીત કી 'રેખા' હુઈ ક્ષિતિજ પર, ગીતો કી રૌશની મેં જિલમિલા ઉઠા 'પ્રહર'

ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક 'નોબત' ના ૬૩ મા જન્મદિન નિમિત્તે એમ.પી. શાહ ટાઉનહોલમાં આયોજીત દ્વિદિવસીય આર્ટ ફેસ્ટીવલ 'મેઘધનુ' સિઝન ફોમની અંતિમ રાત્રિએ 'ઝરમર વરસે સૂર' નામનો સંગીત જલ્સો યોજાયો હતો.

કાર્યક્રમનો ઉઘાટ વાગે રે વાગે 'નોબત' વાગે ગીત વડે કરી ઉદય મઝુમદાર અને રેખા ત્રિવેદીએ 'નોબત' ની અગ્રિમતા સૂરીલા અંદાજમાં સાબિત કરી હતી. ત્યારપછી ઉદય મઝુમદારે તેમના પિતા નિનુ મઝુમદારનું પ્રસિદ્ધ ગીત 'પંખીઓએ કલશૌર કર્યો' રજૂ કરી વાતારવણને ટહુકામય બનાવી દીધું હતું. રેખા ત્રિવેદીએ હરીન્દ્ર દવેની કલમેથી અવતરેલું તથા દિલીપ ધોળકીયાના સંગીતથી મઢેલું 'રૃપલે મઢી છે સારી રાત' ગીત પોતાના મધુર અવાજમાં રજૂ કરી 'ઝરમર વરસે સૂર' ની રાત્રિ યાદગાર રહેવાની આગાહી કરી હતી.

પ્રહર વોરાએ પોતાના આગવા અંદાજમાં 'ચોક પુરાવો, માટી રંગાવો' ગીત રજૂ કરી 'નોબત' ને જન્મદિનની યાદગાર વધાઈ આપી હતી.

નિનુ મઝુમદારે ૧૯૪૮ માં રાજકપૂર અભિનીત ગોપીનાથ ફિલ્મમાં સંગીત આપ્યું હતું. આ ફિલ્મના ગીત 'આઈ ગોરી રાધિકા બ્રિજ મે હરખાતી' ની ધૂન ઉપરથી જ રાજકપૂરની ફિલ્મ 'સત્યમ શિવમ્ સુંદરમ્' માં 'યશોમતી મૈયાસે બોલે નંદલાલા' ગીત અવતર્યુ છે. નકલ કહી શકાય એટલી હદે આ ગીત ફિલ્મ ગોપીનાથના ગીતની ધૂનથી પ્રેરીત છે. ફિલ્મના રિલીઝના વર્ષમાં ફિલ્મફેયર એવોર્ડની સમિતિમાં નિનુ મઝુમદાર હતાં અને તેમણે પોતાની જ ધૂન હોવા છતાં 'સત્યમ શિવમ્ સુંદરમ્' ના મ્યુઝિક ડાયરેક્ટર લક્ષ્મીકાંત પ્યારેલાલને ફિલ્મફેયર એવોર્ડ એનાયત કર્યો હતો. સમર્થ સર્જકોની ઉદારતાનું આવું ઉદાહરણ દુર્લભ હોય છે. આવી અનેક પડદા પાછળની અને રસપ્રદ વાતો સાથે સૂરોનો કાફલો સતત આગળ વધતો રહ્યો.

ઉદય મઝુમદાર દ્વારા સંગીતબદ્ધ થયેલ ઉર્દૂ શાયર નઝીર અકબરાબાદી રચિત કૃષ્ણભક્તિ ગીત 'ક્યા-ક્યા કહું મેં' ક્રિષ્ન કનૈયા કા બાલપન રજૂ કરી કલાકારોએ ભારતની ગંગા-જમના સંસ્કૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તૂત કર્યુ હતું.

પ્રહર વોરાએ 'બેફામ' ની ગઝલ 'નયનને બંધ રાખીને' તથા સૈફ પાલનપુરીની ગઝલ 'શાંત ઝરૃખે' રજૂ કરી શ્રોતાઓની ભરપૂર તાળીઓ મેળવી હતી.

કાર્યક્રમના મધ્યાહને અવિનાશ વ્યાસના ગીતોની સુંદર મેડલી રજૂ થઈ હતી જેણે શ્રોતાઓમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો. મેડલી માટે વન્સમોરની માંગ પણ થઈ હતી. પ્રહર વોરાએ અર્બન ગુજરાતી ફિલ્મ 'ચાલ જીવી લઈએ' નું 'ચાંદને કહો આજે આથમે નહી' અને 'લવની ભવાઈ' નું 'વ્હાલમ આવો ને' ગીત પ્રસ્તુત કરી યુવા શ્રોતાઓના દિલ જીતી લીધા હતાં.

ઉદય મઝુમદારના સ્વર નિયોજનથી મઢેલી રમેશ પારેખની પ્રસિદ્ધ ગઝલ 'આ મન પાંચમના મેળામાં' પણ કાર્યક્રમને અલગ ઉંચાઈ અર્પી ગઈ હતી.

'હું તુતુતુ' હંમેંશની જેમ સુપરહીટ રહ્યું હતું.

પ્રહર વોરાએ જૂના ગીતોની મેડલી જગજીતસિંઘના 'ક્લોઝ ટુ માય હાર્ટ' અંદાજમાં રજૂ કરી વાતાવરણને મખમલી સ્પર્શ પ્રદાન કર્યો હતો.

રેખા ત્રિવેદીના કંઠે ગવાયેલું અતિ પ્રસિદ્ધ ભજન 'રામ તમે સીતાજીની તોલે ન આવો' જ્યારે રેખાબેને પ્રસ્તુત કર્યુ ત્યારે તેમના અવાજમાં વર્ષો વીત્યા પછી પણ એ જ તાજગીનો રણકો સાંભળવા મળ્યો હતો. શ્રોતાઓની માંગને માન આપી 'તારી આંખનો અફીણી' ગીત રજૂ થયું હતું અને હંમેશ માફક મહેફીલ લૂંટી ગયું હતું.

'મારૃં મન મોર બની થનગનાટ કરે' ગીત વડે કાર્યક્રમનું શ્રેષ્ઠ મુકામે સમાપન થયું હતું. ડો. રઈશ મનિઆરે સમગ્ર કાર્યક્રમનું અવિસ્મરણીય સંચાલન કર્યુ હતું. તેમના હાસ્યરંગથી કાર્યક્રમમાં ખુશીનું ધોરણ બેવડાતું ગયું હતું.

ઃ આલેખન ઃ

આદિત્ય જામનગરી

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription