ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

દીવ-ઉનામાં તોફાની પવન-કડાકાભડાકા સાથે વરસાદ

દીવ તા. ૧રઃ દીવ-ઉનાની પટ્ટીમાં તોફાની પવન સાથે વરસાદ શરૃ થયો હોવાના અહેવાલો આવી રહ્યા છે.

'વાયુ' વાવાઝોડું આજે રાત્રે કે કાલે સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દસ્તક દેશે. ત્યારે વાવાઝોડાને લઈને દીવમાં ધીમી ધારે વરસાદ શરૃ થઈ ગયો છે. દીવમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતાં. કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ ઉનામાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૃ થઈ ગયો છે. ભારે પવન સાથે વરસાદ શરૃ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

ઉનાના વિદ્યાનગરમાં પ્રથમ વરસાદની શરૃઆતમાં જ એક મકાન ધ્વસ્ત થયું છે, જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. 'વાયુ' વાવાઝોડું સૌરાષ્ટર્ના દરિયાકાંઠાથી દરિયામાં ૩૦૦ કિલોમીટર જેટલું દૂર છે, ત્યારે તેની અસર દીવના દરિયામાં જોવા મળી રહી છે. દીવના દરિયામાં આજે વહેલી સવારથી જ કરંટ જોવા મળ્યો છે અને ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. દીવનો દરિયો વાવાઝોડાને લઈને ગાંડોતૂર બન્યો છે.

દીવના દરિયાની જેમ પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. પોરબંદરના દરિયામાં ગઈકાલથી કરંટ જોવા મળી રહ્યો છે જ્યારે વેરાવળના દરિયામાં સવારથી જ ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. દરિયામાં મોજાં ઉછળવાને કારણે તંત્ર પણ પૂરજોશમાં 'વાયુ' વાવાઝોડાનો સામનો કરવા સજ્જ બન્યું છે.

અમરેલીના જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતાં અને વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૃ થઈ ગયો હતો. ગીર સોમનાથમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કોડીનારમાં ધીમી ધારે વરસાદ શરૃ થતાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ ધીમી ગતિએ પવન ફૂંકાવાની શરૃઆત પણ થઈ ગઈ હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription