ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

ગંદા પાણીના ખાબોચિયામાંથી મળેલી મોટર રાજકોટના કેટરર્સની!

જામનગર તા.૬ ઃ જામનગરના વ્હોરાના હજીરા પાસે ગંદા પાણીના ખાબોચિયામાંથી મંગળવારે સવારે મળેલી એક મોટર અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં તે મોટર રાજકોટના કેટરર્સની હોવાનું ખૂલ્યું છે.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા વ્હોરાના હજીરા નજીકના સાંકડા બેઠા પુલ નજીકના ગંદા પાણીના મોટા ખાબોચિયામાંથી મંગળવારે સવારે અમદાવાદ પાસીંગની એક મોટલ ડૂબેલી હાલતમાં મળી આવી હતી જેને પોલીસે ફાયરબ્રિગેડની મદદથી બહાર કઢાવી તલાશી લેતા તેમાંથી સપ્તાહના ભોજનના પાસ મળ્યા હતા.

ત્યાર પછી પાસના આધારે હાથ ધરાયેલી તપાસના આધારે ઉપરોકત મોટર જામનગરમાં યોજાયેલી સપ્તાહમાં ભોજન વ્યવસ્થાનું કામ સંભાળનાર રાજકોટના એક કેટરર્સની હોવાનું અને સોમવારની રાત્રે આ પેઢીના ત્રણ જેટલા કર્મચારીઓ કોઈ કામ માટે રાજકોટ જવા રવાના થયા પછી સાંકડા પુલ પર તેના ચાલકે કાબૂ ગૂમાવતા મોટર અંદર પડી ગઈ હોવાનું અને તે વેળાએ જ મોટરમાં રહેલા વ્યક્તિઓએ તેના કાચ તોડી બહાર નીકળી જઈ પોબારા ભણી લીધા હોવાનું ખૂલ્યું હતું. પોલીસે કેટરર્સના સંચાલકને નિવેદન માટે બોલાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00