કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

ગરોડા બ્રાહ્મણ પરિવારને નિયમાનુસાર મળવાપાત્ર જાતિનો દાખલો કાઢી અપાતો ન હોવાની રાવ

જામનગર તા. ૧પઃ જામનગરના લાલપુર ગામના નિવાસી ગરોડા બ્રાહ્મણ પરિવાર દ્વારા પોતાના સંતાનના આર.ટી.ઈ. અંતર્ગત સારી શાળામાં પ્રવેશ હેતુ જાતિનો દાખલો મેળવવા અરજી કરવામાં આવી હતી, પરંતુ સંબંધિત અધિકારી દ્વારા યેનકેન પ્રકારણે બહાના કરી દાખલો કાઢી આપવામાં આવતો ન હોવાના આરોપ સાથે અરજદાર દ્વારા આ અંગે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

લાલપુરના શેખા વલ્લભભાઈ જેઠાભાઈએ પોતાની બાળકીનું રાઈટ ટુ એજ્યુકેશન (આર.ટી.ઈ.) અંતર્ગત સારી સારી શાળામાં એડમિન કરાવવા હેતુ જાતિનો દાખલો મેળવવા લાલપુર મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. નિયત સમયમર્યાદા પછી દાખલો મેળવવા ગયેલા અરજદારને સંબંધિત અધિકારી દ્વારા અધુરા દસ્તાવેજો હોવાનું જણાવી સોગંદનામું રજૂ કરવા સૂચન કરવામાં આવ્યું હતું. પરિણામે અરજદાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. નિયત દસ્તાવેજો રજૂ કર્યા પછી પણ જાતિનો દાખલો ન મળતા અરજદાર દ્વારા મામલતદારને રૃબરૃ રજૂઆતની માંગ કરવામાં આવી હતી, પરંતુ મામલતદાર આ મુદ્દે કોઈને મળતા નથી તેવો ઊડાઉ પ્રત્યુત્તર મળ્યો હોવાના આરોપ સાથે અરજદાર દ્વારા સંબંધિત અધિકારી વિરૃદ્ધ જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત વિભાગોમાં રજુઆત કરી તેમને નિયમાનુસાર મળવાપાત્ર જાતિનો દાખલો તાકીદે કાઢી આપવા માંગ કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription