ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

કુંભ મેળામાં સ્નાન કરીને આવી રહેલા રાવલના યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુઃ ઘેરો શોક

રાવલ તા. ૧૧ઃ રાવલથી નવ જેટલા મિત્રો પ્રયાગરાજ ગયા હતાં અને કુંભમેળામાં સ્નાન કરીને ટ્રેન દ્વારા પાછા ફરી રહ્યા હતાં, ત્યારે હાર્ટએટેકથી વિનોદભાઈ કાપડી નામના યુવાનનું મૃત્યુ થતા ઘેરા શોકની લાગણી ફેલાવા પામી છે. સદ્ગતના માનમાં સ્વયંભૂ બજારો બંધ રહી હતી.

રાવલથી નવ જેટલા મિત્રો પ્રયાગરાજના કુંભ મેળામાં સ્નાન કરવા માટે રવાના થયા હતાં, તેઓ પ્રયાગથી સ્નાન કરી, ટ્રેન મારફત પરત ફરી રહ્યા હતાં, ત્યારે રસ્તામાં રાવલના યુવાન વિનોદભાઈ હરિભાઈ કાપડી (ઉ.વ. ૪પ) ને હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હતું. જેમને ઝાંસીમાં પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ ગયેલ. બાદ એમ્બ્યુલન્સ મારફત રાવલમાં લાવવામાં આવતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સદ્ગતના માનમાં રાવલ ગામની બજારો સ્વયંભૂમ બંધ રાખવામાં આવી હતી.

વિનોદભાઈ કાપડી અનેક સામાજિક કાર્યો સાથે જોડાયેલા હતાં, અને તેમણે રાવલ શહેર યુવા ભાજપના પ્રમુખની જવાબદારી પણ નિભાવેલ. આ બાબતે ઝાંસીના મેયર શ્રી રામતિરથ સિંઘલએ ઝાસીમાં પોસ્ટમોર્ટ સહિતની કાર્યવાહી બાબતે સહકાર આપ્યો હતો.

યોગાનુયોગ એવો છે કે વિનોદભાઈનું અવસાન પણ કુંભ મેળાની યાત્રાથી પરત ફરતા થયેલ છે, અને તેમેના માતુશ્રીનું પણ અવસાન તેઓ તીર્થયાત્રાએ ગયેલ તે દરમિયાન જ થયું હતું. શ્રી વિનોદભાઈની સામાજિક કામગીરીના કારણે તેમની રાવલ ગામમાં લોકચાહના પણ હોય, તેમના  અવસાનના સમાચારથી રાવલમાં શોકની લાગણી વ્યાપી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00