ગિરના જંગલોમાં સિંહની સંખ્યામાં થયો વધારોઃ પ્રાથમિક ગણત્રી કરાઈઃ ૬૦૦ જેટલા નોંધાયા સિંહ / લિબીયામાં રાજધાની તરફ વિદ્રોહી સેના આગળ વધીઃ પ૦૦ જેટલા ભારતીયોને સુષ્મા સ્વરાજે ઝડપથી દેશ છોડવા કહ્યું / પાસના નેતા હાર્દિક પટેલને લાફો જીકનાર યુવકના કડી તેમજ જાસલપુરમાં આવેલા નિવાસ સ્થાને બીએસએફના જવાનો તથા પોલીસ તૈનાત /

વ્યાજે આપેલી રકમની વસૂલાત માટે રૃા.૩ કરોડની દુકાન પચાવી પડાઈઃ ચાર સામે રાવ

જામનગર તા.૫ ઃ જામનગરના  ખંભાળિયા નાકા પાસે આવેેલી ત્રણેક કરોડની એક દુકાન પચાવી પાડવા માટે ચાર વ્યાજખોરોએ તે દુકાનના માલિક મહિલાને ગાળો ભાંડી ધમકી આપવાનું શરૃ કરતા અને મિલકત પર કબજો જમાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરના ખંભાળિયા નાકા પાસે આવેલી વારાહી બુક સ્ટોર નામની દુકાન ધરાવતા હંસાબેન પ્રવિણભાઈ રાવત નામના પ્રજાપતિ પ્રૌઢાએ કેટલાક સમય પહેલા જામનગરના જ યુવરાજસિંહ મંગળસિંહ જાડેજા પાસેથી રૃા.૧૫ લાખ પાંચ ટકાના વ્યાજે લીધા હતા તે રકમ ચડત થઈને હાલમાં રૃા.૬૫ લાખ થઈ છે.

ઉપરોક્ત રકમ હંસાબેન ચૂકવી નહીં શકતા હાલમાં ગાંધીનગર રહેતા આ મહિલા પાસેથી તેઓની અંદાજે રૃા.ત્રણેક કરોડની કિંમતની વારાહી બુક સ્ટોર (ભુવન) નામની મિલકત પચાવી પાડવા માટે તજવીજ શરૃ કરવામાં આવી હતી તેના ભાગરૃપે યુવરાજસિંહ તેમજ હીરેન કિરીટભાઈ વશીયર, ચિરાગ વશીયર, અલીભાઈ નામના મુસ્લિમ શખ્સે પોતાનો મનસુબો  પાર પાડવા હંસાબેન તથા અન્ય વ્યક્તિને ગાળો ભાંડવાનું અને ભયમાં મૂકી મિલકતનો કબજો લેવાની તજવીજ શરૃ કરી હતી. છેલ્લા પાંચેક વર્ષથી આવી રીતે સહન કરતા હંસાબેને આખરે ગઈકાલે જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેણીની ફરિયાદ પરથી આઈપીસી ૩૮૬, ૩૮૭, ૫૦૬ (ર), ૫૦૪, ૧૧૪ તેમજ મની લેન્ડ એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription