ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

સગાઈની વાતમાં આડી જીભ વાળતા શખ્સને ઠપકો અપાતા થયો હુમલો

જામનગર તા. ૧૨ઃ દ્વારકાના સુરજકરાડીમાં એક યુવાનની સગાઈની ચાલતી વાતમાં એક શખ્સ આડી જીભ વાળતો હોય તેને સમજાવટ કરાતા ઉશ્કેરાયેલા શખ્સે ધોકા વડે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે જ્યારે ધ્રોલના લતીપરમાં ઈંટોના ભઠ્ઠામાં બકરા ઘુસી જવાની બાબતે એક યુવાનને બે શખ્સોએ ધારીયુ ઝીકી ઈજા પહોંચાડી હતી.

દ્વારકા તાલુકાના સુરજકરાડીમાં આવેલા ગણેશપરામાં રહેતા ધીરૃભા સામતભા માણેકના નાનાભાઈ ભરતભાની સગાઈ માટે તેમના પરિવાર દ્વારા વાતચીત ચલાવવામાં આવતી હોય જેમાં ધીરૃભાના મોટાભાઈ કનુભાના સાળા હમીરભા રાજમલભા સુમણીયા ભરતભાની બદનામી થાય તેવી વાતો કરતા હતા.

આ બાબતની ધીરૃભાને જાણ થતા તેઓએ મોટાભાઈને વાકેફ કર્યા હતાં તેથી ઘનુભાએ સાળા હમીરભાને ઠપકો આપ્યો હતો. તે બાબતનું મનદુઃખ રાખી સોમવારની રાતે આરંભડાથી પાડલી ગામ વચ્ચેના રોડ પર ધીરૃભાને આંતરી લઈ હમીરભાએ ધોકા વડે માર મારતા મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ધ્રોલ તાલુકાના લતીપરના દેવીપુજક વાસમાં રહેતા લાખાભાઈ વિનાભાઈ દેવીપુજકના બકરા બાજુમાં જ આવેલા ભીખાભાઈ વાઘેલાના ઈંટોના ભઠ્ઠામાં ઘુસી જતા ગઈકાલે ભીખાભાઈના પુત્ર અમીતે તારા બકરાને અમારા ભઠ્ઠામાં કેમ આવવા દેશ? તેમ કહી ઝઘડો શરૃ કર્યા પછી અમીત તથા તેના ભાઈ વિનોદ વાઘેલાએ હુમલો કરી લાખાભાઈનું ધારીયુ ઝુંટવી લીધું હતું અને પેટમાં ઝીક્યું હતું. ઈજાગ્રસ્તને દવાખાને ખસેડવામાં આવ્યા છે જ્યાંથી તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription