તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

 

લાલપુરમાં જલારામ જયંતીની થશે ઉજવણી

લાલપુર તા. ૧૩ઃ લાલપુરમાં રઘુવંશી સમાજ દ્વારા આયોજીત ૨૧૯ મી જલારામ જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૪-૧૧-૨૦૧૮ ને બુધવારનાં શુભ દિવસે સવારે ૯ કલાકે જલારામ મંદિરથી લોહાણા મહાજન વાડી સુધી ભવ્ય શોભાયાત્રાનું નીકળશે. બપોરે ૧૨ઃ૩૦ કલાકે જ્ઞાતિ ભોજન (નાત) સાંજે ૬ઃ૩૦ કલાકે જલારામ પ્રસાદ તેમજ રંગોળી સ્પર્ધા અને સમૂહ દાંડીયારાસનું આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવક મંડળ સતત પ્રયત્નશીલ છે.

ભાટીયામાં ઉજવાશે જલારામ જયંતી

ભાટીયા તા. ૧૩ઃ ભાટીયામાં રઘુવંશી-લોહાણા સમાજ દ્વારા પ.પૂ.સંત શિરોમણિ જલારામ બાપાની ૨૧૯મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

જલારામ જયંતીના દિને બપોરે ૩ઃ૩૦ વાગ્યે જલારામ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. તેમજ સાંજે ૬ઃ૩૦ વાગ્યે જલારામ મંદિરે સમૂહ આરતી યોજાયા પછી સાંજ ૭ વાગ્યે લોહાણા મહાજન વાડીમાં જ્ઞાતિનું સમૂહ ભોજન, પ્રસાદી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં દરેકે-દરેક રઘુવંશી પરિવારજનોને ઉપસ્થિત રહેવા લોહાણા મહાજન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ભવાની માતાજીના મંદિરે અન્નકૂટ દર્શન

જામનગર તા. ૧૩ઃ જામનગર સેતાવાડ પાસે મણીયાર શેરીમાં આવેલા ભવાની માતાજીના મંદિરે તા. ૧૯-૧૧-૧૮, સોમવારના તુલસી વિવાહના દિવસે અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યો છે. સર્વે ધર્મપ્રેમી લોકોને અન્નકૂટ દર્શનનો લાભ લેવા ભવાની યુવક મંડળે જણાવ્યું છે.

માધવરાયજીના મંદિરે અન્નકૂટ દર્શન

જામનગર તા. ૧૩ઃ જામનગરના ખંભાળીયા નાકા બહાર આવેલા માધવરાયજીના મંદિરે તા. ૧૪-૧૧-૨૦૧૮ ને બુધવારના રોજ અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યા છે. ધર્મપ્રેમી જનતાને અન્નકૂટ દર્શનનાં લાભ લેવા મુખ્યાજીએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00