વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

ધ્રોલમાં મહિલાના થેલામાં ચેકો મારી રૃા.અડધા લાખની રોકડની ગણતરીની મિનિટોમાં ઉઠાંતરી

ધ્રોલ તા.૧૨ ઃ ધ્રોલમાં શાકબકાલાનો વ્યવસાય કરતા એક મહિલા ગુરૃવારે પોતાના બેંક ખાતામાંથી રૃા.૮૦ હજાર ઉપાડી તેમાંથી રૃા.અડધો લાખ જુદા મૂકી કરિયાણું લેવા ગયા ત્યારે કોઈ શખ્સે તેઓના થેલામાં ચેકો મારી અડધા લાખની રોકડ સેરવી લેતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે તે દુકાન પાસેથી જેમાં પૈસા રાખવામાં આવ્યા હતા તે ખાલી કોથળી પણ મળી આવી હતી. પોલીસે આંગળીનો ઈલમ બતાવનાર શખ્સની શોધ આરંભી છે.

ધ્રોલના લતીપુર રોડ પર આવેલી વાડી શાળા નં.૪ પાસે રહેતા અને શાક બકાલાનો છૂટક વેપાર કરતા વનીતાબેન જયસુખભાઈ ચૌહાણ નામના મહિલા ગુરૃવારે સવારે ધ્રોલની એસબીઆઈ બેંકમાં આવેલા પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા માટે પહોંચ્યા હતા જ્યાંથી વનીતાબેને રૃા.૮૦ હજારની રોકડ ઉપાડયા પછી તેમાંથી રૃા.પ૦ હજાર કોથળીમાં નાખી પોતાની પાસે રહેલા થેલામાં મૂક્યા હતા. જ્યારે રૃા.૩૦ હજાર બીજા પાકીટમાં મૂકી તે પાકીટ પણ થેલામાં મૂક્યું હતું.

ત્યાર પછી આ મહિલા બેંકમાંથી રવાના થઈ ધણચોકમાં આવેલા ગાંડાલાલ શામજીભાઈ નામના કરિયાણાના વેપારીની દુકાને ખરીદી માટે પહોંચ્યા હતા તે દરમ્યાન કોઈ શખ્સે વનીતાબેનની નજર ચૂકાવી પોતાની પાસે રહેલી બ્લેડ વડે થેલામાં ચેકો પાડી તેમાંથી રૃા.પ૦ હજારની રોકડવાળી કોથળી તફડાવી હતી.

કરિયાણું લીધા પછી જ્યારે આ મહિલા પોતાને ઘેર પહોંચ્યા ત્યારે તેઓને થેલીમાં ચેકો જોવા મળ્યો હતો અને રૃા.પ૦ હજારની રોકડવાળી કોથળી મળી ન હતી. આથી હાંફળાફાંફળા બનેલા વનીતાબેન ફરીથી કરિયાણાની દુકાને તપાસ માટે ગયા હતા જ્યાંથી તેઓને જે કોથળીમાં તેઓએ રૃા.૫૦ હજાર રાખ્યા હતા તે ખાલી કોથળી મળી આવી હતી. આથી વનીતાબેને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૭૯ હેઠળ અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription