કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

  

નિફ્ટી ફ્યુચર ૧૧૮૦૮ પોઈન્ટ મહત્ત્વની સપાટી...!!!

બીએસઈ સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઈ સેન્સેક્સ આગલા બંધ ૩૯૧૯૪.૪૯ સામે ૩૯૧૬૦.૨૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૯૦૭૦.૨૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૨૩૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૩૯૧૨૯.૦૦ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૭૫૩.૪૫ સામે ૧૧૭૩૦.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૬૯૩.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૯૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૭ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૭૦૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

સપ્તાહની શરૂઆત સાવચેતી સાથે થઇ હતી. શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન ફંડો, મહારથીઓએ કવર કર્યા બાદ ફરી આંચકા આપીને અનેક શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યા સાથે ઈન્ડેક્સ બેઝડ નરમાય જોવા મળી હતી.૫,જુલાઈ ૨૦૧૯ના રજૂ  થનારા કેન્દ્રિય બજેટમાં આ  વખતે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ(એલટીસીજી)માં વધારો કરવામાં આવે એવી શકયતા સાથે કોર્પોરેટ ટેક્ષમાં પણ વધારો થવાની બતાવાતી શકયતા અને વૈશ્વિક મોરચે ઈરાન દ્વારા અમેરિકાના ડ્રોનને તોડી પાડવામાં આવ્યા બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સૈન્ય હુમલો  કરવાના આદેશ આપ્યા બાદ આ આદેશ પાછો ખેંચ્યાના નાટયાત્મક ઘટનાક્રમ વચ્ચે વૈશ્વિક બજારોમાં નરમાઈ સાથે  ભારતીય શેર બજારોમાં ફંડો એ ઓફલોડિંગ કર્યું હતું.આ ઉપરાંત ભારતમાં ચોમાસું વિલંબમાં પડયાના અને આ દાયકામાં પહેલી વખત આટલું ચોમાસું લંબાયાના આઈએમડીના નિવેદન વચ્ચે ચિંતા વધતાં સાવચેતીમાં સપ્તાહના અંતે ફંડો, મહારથીઓએ બેંકિંગ, ફાર્મા, એફએમસીજી, આઈટી, ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૦૨૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૭૨ અને વધનારની સંખ્યા ૯૨૯ રહી હતી. ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.૧૩૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર (  ૧૧૭૦૦ ) ઃ આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૬૬૬ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૬૩૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૭૩૭ પોઈન્ટ થી ૧૧૭૭૩ પોઈન્ટ, ૧૧૮૦૮ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી....!!!

ઇન્ડિગો ( ૧૫૬૧ ) ઃ એરલાઇન્સ ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૩૭ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૫૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૭૭  થી રૂ.૧૫૮૩ સુધી તેજી તરફી ધ્યાન...!!!

રિલાયન્સ લિમિટેડ ( ૧૨૬૬ ) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૪૭ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૨૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૮૦ થી રૂ.૧૨૮૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

ઁઝ્રન્ ટેક્નોલૉજી ( ૧૦૭૨ ) ઃ રૂ.૧૦૫૭ નો પ્રથમ તેમજ રૂ.૧૦૪૪ ના બીજા સપોર્ટથી ટેક્નોલૉજી સેક્ટર નો રોકાણલક્ષી  સ્ટોક રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૯૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે....!!!

અજંતા ફાર્મા ( ૯૩૫ ) ઃ ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૪ થી રૂ.૭૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૯૧૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો....!!!

રેમન્ડ લિમિટેડ ( ૭૫૨ ) ઃ રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૪૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૬૩ થી રૂ.૭૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ....!!!

બજારની ભાવિ દિશા.....

મિત્રો, મંદ આર્થિક વૃદ્ધિદર ભારતીય શેરબજાર માટેનો હાલનો મુખ્ય અવરોધ છે અને તેમાં વિલંબિત ચોમાસું અને ક્રૂડ ઓઈલનાભાવમાં તીવ્ર ઉછાળા જેવા પરિબળો રોકાણકારોની ચિંતામાં વધારો કરી રહ્યા છે. હાલમાં તમામની નજર કેન્દ્રીય બજેટ પર છે. બજારની અપેક્ષા આર્થિક વૃદ્ધિને વેગવાન બનાવે તેવા સુધારાવાદી બજેટ પર રહેલી છેબજારમાં ચેતનાના સંચાર માટે બજારને ટેકો પૂરો પાડે તેવા સ્થાનિક અને વૈશ્વિક ચાલકબળની જરૂર છે.....!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription