ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

ધુંવાવ નાકા પાસેથી છ શખ્સોને જુગાર રમતા પકડી પાડતી આરઆર સેલ

જામનગર તા. ૧૨ઃ જામનગરના ધુંવાવ નાકા પાસેથી આરઆર સેલે ગઈકાલે છ શખ્સોને ગંજીપાના કૂટતા પકડી પાડયા છે. જ્યારે લાલપુરના નાંદુરીમાંથી ત્રણ શખ્સો તીનપત્તી રમતા, લાલપુરની શાક માર્કેટ પાસેથી એક વર્લીબાજની તેમજ નગરમાંથી ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણની ધરપકડ કરવામાં આવી છે.

જામનગરના ધુંવાવ નાકા પાસે આવેલા કોળીવાસ નજીકના જાહેર શૌચાલય પાસે ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પરથી રાજકોટ રેન્જના આઈજીની આરઆર સેલના સ્ટાફે દરોડો પાડતા જયાંથી નવલસિંહ ચંદુભા રાણા, હિતેન્દ્રસિંહ નટુભા જાડેજા, બશીર મુસાભાઈ ખફી, સંજયસિંહ જીલુભા જાડેજા, નરેશ નેમરાજ ગ્યાનચંદાણી ઉર્ફે સાંઈ, મિલન બચુભાઈ નંદા નામના છ શખ્સો તીનપત્તી રમતા મળી આવ્યા હતા. આરઆર સેલે પટમાંથી રૃા.૧૩૨૨૦ રોકડા કબજે કરી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો છે.

લાલપુર તાલુકાના નાંદુરી ગામમાંથી ગઈકાલે બપોરે તીનપત્તી રમી રહેલા પ્રદ્યુમનસિંહ સીદુભા જાડેજા, એભાભાઈ મેપાભાઈ કરંગિયા તથા અરજણભાઈ લખમણભાઈ કરંગિયા નામના ત્રણ શખ્સોને સ્થાનિક પોલીસે દરોડો પાડી પકડી પાડયા હતા. પટમાંથી રૃા.૩૧૦૦ રોકડા કબજે કરાયા છે. લાલપુરના જૂની શાક માર્કેટ વિસ્તારમાંથી ગઈકાલે સાંજે પોલીસે યુસુફ ઓસમાણ લાખા નામના શખ્સને વર્લીના આંકડા લેતો પકડી પાડયો છે.

જામનગરના ધુંવાવ નાકા પાસેથી પોલીસે ગઈકાલે સાંજે સંજય જાદવજી પીપરિયા, નાથાભાઈ ગોવિંદભાઈ સરવૈયા, સંજય બાબુલાલ રાઠોડ નામના ત્રણ શખ્સોને જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમતા પકડી પાડયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00