મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

સલાયામાં છેલ્લાં છ મહિનામાં ત્રણ સ્થળે ચોરી કરનાર શખ્સ ઝડપાયો

જામનગર તા. ૧૪ઃ ખંભાળીયાના સલાયામાં છેલ્લાં છ મહિલા દરમ્યાન ત્રણ ધરફોડ ચોરી કરનાર સલાયાના શખ્સને દેવભૂમિ દ્વારકા એલસીબીએ પકડી પાડી ગુન્હાઓની કબુલાત મેળવી છે અને સાત મોબાઈલઘ ઘડિયાળ, ટીવી, એરકુલર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલમાં લોકસભાની ચૂંટણીની તારીખોના એલાન પછી પ્રજાની માલમત્તાની સુરક્ષા અને કાયદો  વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સતર્ક રહેવા જિલ્લા પોલીસવડા રોહન આનંદે આપેલી સૂચનાના પગલે ગઈકાલે દેવભૂમિ દ્વારકા એલસીબી દ્વારા હાથ ધરાયેલા પેટ્રોલીંગમાં ખંભાળીયાના સલાયામાં ડીવી નગરમાં વસવાટ કરતા ઈશાક હાસમ ભાયા (ઉ.વ. ૪૫) નામના શખ્સની શકના આધારે અટકાયત કરી પૂછપરછ આરંભવામાં આવી હતી.

આ શખ્સે સલાયા ગામમાં ત્રણ સ્થળે ઘરભોડ ચોરી કરવા ઉપરાંત છેતરપિંડીથી સાત ઘડિયાળ, છ મોબાઈલ, ટેબલ ફેન, હોમ થિયેટર વિગેરે ચીજવસ્તુઓ મેળવી લીધી હોવાની કબુલાત આપી છે. આ શખ્સે ગયા વર્ષે કરેલી એક ચોરીમાં ઉઠાવેલો રૃા. ૫૦૦૦નો મોબાઈલ, ચાલુ વર્ષે એક મકાનમાંથી ચોરી કરેલું ૩૨ ઈંચનું ટીવી તેમજ ત્રીજી એક ચોરીમાં ઉઠાવેલું એરકુલર ઉપરાંત લોખંડનો સળીયો, પકડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કાઢી આપ્યો છે. એલસીબીએ આ શખ્સની સલાયા મરીન પોલીસ સ્ટેશનને સોંપણી કરી છે. આ કાર્યવાહીમાં એમ.ડી. ચંદ્રાવડીયા, પીએસઆઈ વી.એમ. ઝાલા, સ્ટાફના ભરતસિંહ જાડેજા, અરવિંદભાઈ નકુમ, બિપીન જોગલ, અરજણ આહિર, દેવશી ગોજીયા, મશરી આહિર, અરજણ મારૃ, અજીત બારોટ, કેસુરભાઈ, જેસલસિંહ, વિપુલ ડાંગર, ભરત ચાવડા, બોઘાભાઈ કેસરીયા, સહદેવસિંહ, પૃથ્વીરાજસિંહ, હસમુખ કટારા સાથે રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription