કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

સમસ્ત મહેશ્વરી મેઘવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા મકરસંક્રાંતિએ યોજાશે સમૂહલગ્નોત્સવ

જામનગર તા. ૧રઃ જામનગરની સમસ્ત મહેશ્વરી મેઘવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૭ માં સમૂહલગ્નોત્સવનું આયોજન તા. ૧૪.૧.ર૦૧૯ ના સૂરજબાગ, નાગરપરા પાસે, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૯ વાગ્યે ગણેશ સ્થાપન, બપોરે ૧ થી સાંજના ૬ વાગ્યા સુધી ભોજન સમારંભ, સાંજે ૭.૩૦ વાગ્યે હસ્તમેળાપ, રાત્રે ૮ વાગ્યે સન્માન સમારંભ, ૮.૩૦ વાગ્યે ભીમ સાહિત્યકાર વિશન કાથડ ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના સંઘર્ષનો ઈતિહાસ રજૂ કરશે.

આ તકે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ, અલ્તાફભાઈ ખફી, દિગુભા જાડેજા યુવા કોંગ્રેસ પ્રમુખ, નંદલાલભાઈ પટેલ, કરશનભાઈ બી. માતંગ, ગિરીશભાઈ કે. માતંગ, સંજયભાઈ કે. માતંગ, લાલાભાઈ માલસીભાઈ ગોરડિયા, રાણાભાઈ જે. વારસાખિયા-ભાણવડ, દેવશીભાઈ કરમૂર-ભાણવડ, રામભાઈ ભોજાભાઈ માતંગ (નંદાણા), વશરામભાઈ વી. ડનેચા, મીભજીભાઈ લખુભાઈ ડગરા સરપંચશ્રી-વેરાડ, જેઠાભાઈ એન. ડગરા, ભીમજીભાઈ પી. ડગરા, હિતેષભાઈ માતંગ, મનિષભાઈ મકવાણા, નરેશભાઈ માતંગ, કાનજીભાઈ ડી. માતંગ, ડોસાભાઈ ડગરા, મંગાભાઈ સંજોટ, મુળજીભાઈ માતંગ, દેવશીભાઈ આશાભાઈ ડનેચા, રમેશભાઈ સીરોખા, સતિષભાઈ ચુંચા, મુળજીભાઈ માતંગ, જયેશભાઈ સુરડિયા, કાનાભાઈ આશાભાઈ નંઝાર, હસમુખભાઈ ગઢવી, ભીમાભાઈ પેથાભાઈ ડગરા, આજી અનવર ખફી, આશાભાઈ પાલાભાઈ માતંગ વિગેરે દાતાશ્રીઓ, ધર્મગુરુશ્રીઓ, મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી ૧૯ નવદંપતીઓને આશીર્વચન આપશે.

આ સમૂહલગ્નોત્સવમાં જુદા જુદા દાતાઓ તરફથી કબાટ, રસોડામાં ઉપયોગી આશરે ૭૦ નંગ ઠામ-વાસણ, મંડપ મુહૂર્ત તથા લગ્ન વિધિની તમામ સામગ્રી, સોનાના નાકના દાણા, સોનાની નાકની નથડી, ચાંદીનો સિક્કો, તાંબાની હેલ, કાંસા થાળી સહિતની બહોળી આશરે ૧૦૦ નંગ જેટલી ચીજવસ્તુઓ ૧૯ કન્યાઓને કરિયાવર પેટે આપવામાં આવશે.

સમૂહલગ્ન સફળ થાય તે માટે સમિતિના હોદ્દેદારો સુરેશભાઈ કે. માતંગ, જયંત વાસ્સાખિયા, ગાંગાભાઈ ડી. માતંગ, માધવભાઈ ડગરા, વિરજીભાઈ ડી. રોશિયા, લાખાભાઈ એમ. ફફલ, દીપુભાઈ પારિયા (માજી કોર્પો.), ધનજીભાઈ જી. ઢચા, માલસીભાઈ બી. ગોરડિયા, વિજય કે. નંઝાર, કેશુભાઈ જે. પરમાર, વશરામ આર. વારસાખિયા (ભાણવડ), તુષારભાઈ આર. માતંગ (ભાટિયા) તથા જ્ઞાતિજનો, મારાજો, ધર્મગુરુઓ, ટ્રસ્ટો, યુવક મંડળો, સમાજના પંચો વિગેરે જહેમત ઊઠાવી રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription