સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

હેપ્પી ફાધર્સ ડે...

આજે જય જુના ફોટાઓ લઈને બેઠો હતો લગભગ બસો જેટલા ફોટા હશે દીકરી અને પત્ની દેવશ્રી ના ફોટા ધ્યાનથી જોતો હતો, એ એક પછી એક ફોટાને માણતો હતો અને ફોટાઓ સાથે વાતો કરતો હતો. ક્યારેક હસી પડતો તો ક્યારેક આંખોમાં આંસુ આવી જતા કોઈ કોઈ એવા ફોટા હાથમાં આવી જતા કે એ જોઈ એ વખતની આખી ઘટના નજર સામે આવી જાય, એમાં એક ફોટો સામે આવી ગયો જેમાં પતિ પત્ની દીકરી જયશ્રી ને લઇ પ્રાણી સંગ્રહાલય લઈને ગયા હતા, જયશ્રી હાથી ને જોઈ કેટલી ખુશ થઇ ગઈ હતી એની સૂંઢ ને અડતી, હાથી એના માથા પર સૂંઢ મુકતો જાણે આશીર્વાદ આપતો હોય એ વખતે દીકરીએ પપ્પાને કહેલું કે *પપ્પા જુઓ તમે મારા માથે હાથ મૂકી વારે વારે આશીર્વાદ આપો છોને એવું કરે છે અને મનમાં બોલતો હશે તમારી જેમ જ કે *સદાય ખુશ અને આમ જ હસતી રહેજે દીકરા * - જય ને અ આખી ઘટના નજર સામે આવી ગઈ અને આંખમાં આંસુ આવી ગયા અને એનાથી બોલાઈ ગયું 'મારી દીકરી આજે પણ એટલી જ ખુશ છે એના સાસરામાં અને એની માં પણ ખુશ છે એના પિયરમાં એકલો છું તો બસ હું , બધાને ખુશ રાખવાની આશામાં હું ખુશ ના રહી શક્યો પણ કાંઈ વાંધો નહિ એ લોકો ખુશ છેને ? આટલું બોલતા એની આંખો વરસી ગયેલી,

જય અને દેવશ્રી ના આમ જોવા જાવ તો પ્રેમ લગ્ન કહી શકાય ભલે વડીલોએ એરેન્જ કરેલા. આ બંને એક જ જ્ઞાતિના હતા નાનપણથી સાથે હતા, રહેતા દુર પણ ભણતા એક જ સ્કુલમાં, અવાર નવાર સમાજ કે જ્ઞાતિના સંમેલન, મેળાવડા કે શુભ પ્રસંગે તો મળે જ એમ કરતા કરતા મોટા થયા અને કોલેજમાં આવતા તો પ્રેમના અંકુરો ફૂટ્યા આમ તો બંનેના સ્વભાવ થોડ જુદા હતા. જય બહુ જ શિસ્ત વાળો, ઓછા બોલો અને મિત ભાષી બોલે ત્યારે વિચારીને અને જોખી જોખીને બોલે એ સતત ખ્યાલ રાખે કે મારી વાણીથી કોઈનું દિલ ના દુભાય, એની સાચવણી એટલે કહેવું પડે એના પુસ્તકો સહેજ પણ વળ્યા કે ફાટ્યા વગર કબાટમાં વ્યવસ્થિત ગોઠવેલા હોય, એને ગમતા મેગેઝીન પણ મહિના પ્રમાણે અને પુંઠા ચડાવીને ગોઠવેલા હોય, એ છાપા વાંચી લે પછી પાનાં મેળવીને ગોઠવે અને એ આશા રાખે કે બીજા પણ એમ જ રાખે ઘર પણ વ્યવસ્થિત હોય જેતે વસ્તુ એના ઠેકાણે જ હોય અને એ સમજાવે કે જે વસ્તુ જ્યાંથી લ્યો ત્યાં જ પાછી મુકો. સૌથી અગત્યનું એક એ કે એ વધુ પડતો લાગણીશીલ જ્યારે દેવશ્રી બોલવામાં તેજ અને બોલ બોલ કરે, એને આ છાપાના પાનાં મેળવવાનું અને ગોઠવવાનું બધું નાટક લાગે વેદિયા વેડા લાગે એટલે એનું તો જય થી સાવ વિપરીત છતાં પ્રેમ તો ખરો જ એટલે જ તો લગ્ન થયેલા અને લગ્ન પછી જગડા પણ આવી નાની નાની વાતમાં થયા કરે દેવશ્રી એના માં બાપની એકની એક જ એને કોઈ ભાઈ બહેન નહિ અને જય--દેવશ્રી ને સંતાનમાં દીકરી જન્મી એટલે પ્રેમના પ્રતિક સમી દીકરીનું નામ બંનેના નામને જોડી જયશ્રી રાખેલું, આ જયશ્રી એમનું એક જ સંતાન.

જયશ્રી પપ્પાની બહુ જ લાડકી, આમેય દીકરીઓ પપ્પાની લાડકી જ હોય, મારા પપ્પા એટલે આખા વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ છે એવું દીકરી જ માનતી હોય. આ જયશ્રી નાની હતી ત્યારથી પપ્પાના આવવાની રાહ જોતી હોય ઘરની બહાર ઓટલા પર જ બેઠી હોય અને પપ્પાનું વાહન શેરીમાં દાખલ થાયને હોર્ન વાગે ત્યાં ઊભી થઇ અને ફળિયાના દરવાજા પાસે આવી ઊભી રહે અને દરવાજો ખોલી નાખે પછી પપ્પા આવે વાહન મૂકે એટલે વળગી પડે અને બોલે *મારા પપ્પા આવી ગયા* ત્યારે મમ્મી બોલે *પપ્પાની ચમચી, જાણે પપ્પા ઘણા દિવસે આવ્યા હોય એમ બોલે છે* જયશ્રી કાંઈ જ ના બોલે એ તો પપ્પા સાથે ઘરમાં ચાલી જાય. પપ્પા કપડાં બદલે ત્યાં સુધી બોલ બોલ કરે આજે સ્કૂલમાં આમ થયું તેમ થયું, ટીચરે મને શાબાશ કીધું કે નારાજ થયા વગેરે વગેરે પછી મમ્મીની વાત અને કાંઈક કેટલું. પછી પપ્પા ચ્હા નાસ્તો કરવા બેસે એટલે સાથે બેસે ત્યારે મમ્મી કહે કે બસ હવે કાબર બંધ થઇ જા તોય એ તો બોલ્યા જ કરતી હોય. આ જયશ્રી થોડી મોટી થઇ અને બધા જાત જાતના ડે સમજવા માંડી અને એમાંય મજા આવે મધર્સ ડે અને ફાધર્સ ડે માં, વળી પૂછે પપ્પાને કે *હેં પપ્પા આ મમ્મી પપ્પાના તો રોજ ડે કહેવાય તો પછી આ એક જ દિવસ કેમ આખા વર્ષમાં? ત્યારે પપ્પા સમજાવે કે આ પરદેશથી આવેલું છે કારણ ત્યાં બાળકોને માં બાપ માટે રોજ સમય ના હોય એટલે એક દિવસ એમને આપે એ દિવસ એમના નામનો બાકી આપણી તો સંસ્કૃતિ જ એ છે કે માં બાપ તો રીજ પૂજનીય હોય.

જયશ્રી જ્યારે આઠમા ધોરણમાં આવી ત્યારે તો યૌવના થઇ ગયેલી ત્યારે આવા એક ફાધર્સ ડે પર સવારના પહોરમાં એ પપ્પાના રૂમમાં ગઈ અને પપ્પાના ચરણ સ્પર્શ કરી બોલી *હેપ્પી ફાધર્સ ડે* અને એણે પપ્પાના હાથમાં એક ચિત્ર મૂક્યું જે એણે પોતે બનાવેલું પપ્પાએ જોયું તો એ ચિત્ર જોઈ આંખમાંથી આંસુ આવી ગયા એણે દોરેલું  *દીકરી પરણીને સાસરે જતી વખતે પપ્પાને ભેટી રોતી હતી. * જય કહે બેટા તારે હજી ઘણા વર્ષ મારી સાથે જ રહેવાનું છે  અને અત્યારથી મને માનસિક રીતે તૈયાર કરશ ?* જયશ્રી કહે આતો મને મન થયું કારણ મને ખબર છે આ ક્ષણ તમે નહિ જીરવી શકો એટલે અત્યારથી તમારું મન મજબુત કરું છું, મને વિચાર કાલે આવ્યો જ્યારે મમ્મીએ કહ્યું કે હવે રસોઈને બીજા ઘર કામ શીખવા માંડ થોડા વર્ષમાં તારે સાસરે જવાનું આવશે ત્યારે શીખેલું કામ લાગશે, એ વખતે મને તમારો વિચાર આવ્યો અને થયું કે મારા પપ્પાનું શું થશે? એટલે આ કર્યું પપ્પા પ્લીઝ રોવો નહિ. આવી રીતે દર વર્ષે જયશ્રી પપ્પાને આશ્ચર્ય જનક ભેટ જ આપે અને પપ્પા ભાવ વિભોર થઇ જ જાય. હવે ચિત્ર નહોતી આપતી પણ પપ્પાને બહુ જ ગમતી વસ્તુ લાવીને ભેટ આપે જે પપ્પા પોતાને ગમતી વસ્તુ  પોતાના માટે ખરીદી લાવે નહિ એ જયશ્રી પપ્પાએ આપેલા પૈસામાંથી બચત કરી લઇ આવે. આવી રીતે લગ્ન થયા ત્યાં સુધી કરતી રહી.

સમય જતાં સમય લાગે? દીકરી મોટી થવા માંડી અને આ દરમ્યાન જય અને દેવશ્રી વચ્ચે ખટરાગ બહુ વધી ગયેલો વાત વાતમાં કકળાટ થાય અને એ દરમ્યાન એ ઘણી વાર રિસાઈને પિયર જતી રહેતી ક્યારેક તો વાત છૂટાછેડા સુધી આવી જાય પણ અટકી જવું પડે માત્ર દીકરી જયશ્રીને કારણે કારણ કે જો છુટા પડે તો વાત ફેલાઈ જાય અને દીકરી માટે યોગ્ય પાત્ર મળે નહિ. પત્ની દેવશ્રી રિસાઈને જાય પણ દસ દિવસમાં પાછી આવી જાય કારણ જય વગર રહી તો શકે નહિ પ્રેમ તો ખરો જ ને. પણ પાંચ છ મહિને પાછું છમકલું થાય પણ આમાં દેવશ્રીએ એ સમજીને દીકરી માટે થઈને સ્વભાવ બદલ્યો.

જયશ્રી માટે માગા આવવા માંડ્યા અને એક જગ્યાએ નક્કી થઇ ગયું, જે દિવસે સગાઈ થઇ ત્યારે તો જય રાત્રે એકલો સખત રડ્યો પથારીમાં પડખું ફેરવી રોતો હતો  જયશ્રી તો પપ્પાને ઓળખે જ એટલે એ પાછળ જ ઊભી હતી અને પપ્પાના માથે હાથ મુક્યો અને કહ્યું *પપ્પા હજી હું છું તમે રાડો નહિ* એમ કહી એ પણ રોવા માંડી  પછી બંને ભેટીને રડયા. પછી જય બોલ્યો હજી તારા જતા પહેલા ફાધર્સ ડે આવશે તું શું લાવીશ? તો જયશ્રી કહે *સરસ જ હશે પપ્પા  આ વખતે યાદગાર હશે * અને એ ફાધર્સ ડે પર એક કલાકાર પાસે પોતાના ચહેરા સાથેની સરસ ઢીંગલી આપી અને કહ્યું હું જાઉંને પછી રોજ આની સાથે વાતો કરજો.

જયશ્રી પરણીને ગઈ અને જય અને દેવશ્રી ના અણબનાવ વધી ગયા અને છ મહિના પછી એ પોતાના પિતાને ઘેર ચાલી ગઈ જય એકલો પડી ગયો એને મન થાય ત્યારે  થોડી વાર સાસરે જઈ દેવશ્રી ને જોઈ આવે વાત ના થાય પેલી જ વાત ના કરે. જયશ્રીને બધી ખબર પડી ગયેલી એણે એના પતિ કુમારને વાત કરેલી અને એણે કહેલું કે આનો રસ્તો કાઢીશું આમ તો ના ચાલે પપ્પા બહુ જ પ્રેમાળ છે, બહુ જ લાગણીશીલ છે મમ્મીને સમજાવી મોકલવી પડે પપ્પા તો આવકારે જ કારણ જેવી છે એ એમની પ્રિયતમા છે. આ વિચારતા હતા અને જયશ્રીને સરસ વિચાર આવી ગયો, એણે કુમારને વાત કરી અને કુમારે કહ્યું કે મમ્મીને સમજાવવાની જવાબદારી મારી.

જય બધા ફોટા જોઈ યાદો વાગોળતો હતો એની આંખો તો આંસુ જ વરસાવતી હતી પછી એને થયું કે આજે તો ફાધર્સ ડે છે દીકરી કાંઈક સરસ લઈને આવશે મને વળગીને કહેશે હેપ્પી ફાધર્સ ડે અને પછી સરપ્રાઈઝ આપશે આ ઢીંગલી જેવું. એ જ વખતે દીકરીનો અવાજ આવ્યો *પપ્પા * અને જય સફાળો આંખ લૂછતો ઊભો થયો અને દીકરી આવીને વળગી પડી પછી બોલી *હેપ્પી ફાધર્સ ડે  પણ રોવાનું નહિ માઈ ડેડી સ્ટ્રોન્ગેસ્ટ * તોય જયની આંખ તો ભીની થઇ જ પછી બોલ્યો આજે શું સરપ્રાઈઝ ? મારી કઈ પ્રિય વસ્તુ? એટલે જયશ્રી કહે હમણાં કુમાર લાવશે તમારી અત્યંત પ્રિય વસ્તુ એમ કહી એણે કુમારને કહ્યું *કુમાર લાવ પપ્પાની ભેટ અને કુમાર દેવશ્રીને લઈને દાખલ થયો જયની આંખો બારે મેઘ  ખાંગા થયા હોય એમ વરસી અને પત્નીને વળગી પડ્યો એ પણ રડતી હતી અને પતિને પગે લાગી જય કહે *ના તું તો હૃદયે લાગ * પછી જયશ્રી બોલી હવે મમ્મી ક્યારેય નહિ જાય કુમારે સમજાવી છે એટલે આ યાદગાર ભેટ પપ્પા *હેપ્પી ફાધર્સ ડે * 

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00