કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

સાસરિયાઓના ત્રાસ તથા વાંઝિયામેણાથી ત્રસ્ત કુરંગાના પરિણીતાની આત્મહત્યા

જામનગર તા.૧૧ ઃ દ્વારકાના કુરંગા ગામના એક પરિણીતાને દહેજ બાબતે ત્રાસ આપતા પતિ સહિતના ચાર સાસરિયાઓએ વાંઝિયામેણું મારવાનું શરૃ કર્યું હતું તેનાથી કંટાળી જઈ આ પરિણીતાએ ગઈકાલે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે તેણીના ભાઈની ફરિયાદ પરથી આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુન્હો નોંધ્યો છે.

દ્વારકા તાલુકાના રાંગાસર ગામના ભીયાભા એભાભા સુમણિયા નામના હિન્દુ વાઘેર યુવાનના બહેન પૂનમબેન ઉર્ફે ડીબુબેનના લગ્ન ચારેક વર્ષ પહેલા કુરંગા ગામના પ્રવિણભા ખીરાભા માણેક સાથે થયા પછી ત્રણેક મહિના વિત્યે પતિ પ્રવિણભા, સસરા ખીરાભા કાળુભા, સાસુ કલીબેન, નણંદ જશુબેન અને જેઠ સોમભા ખીરાભાએ મેણાટોણા મારવાનું શરૃ કરી તારા પિતાના ઘરેથી કંઈ લાવી નથી અને તને સંતાન થતા નથી તેમ સંભળાવવાનું શરૃ કર્યું હતું.

સાસરિયાઓના ત્રાસને ચારેક વર્ષ સુધી સહન કરનાર પૂનમબેને આખરે ધીરજ ગૂમાવી ગઈકાલે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેની તેણીના સાસરા પક્ષે પૂનમબેનના ભાઈ સહિતના પરિવારને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવ્યા પછી મૃતકના ભાઈ ભીયાભાએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં પોતાની બહેનને મરી જવા માટે મજબૂર કરવા અને ત્રાસ આપવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય સાસરિયાઓ સામે આઈપીસી ૪૯૮ (એ), ૩૦૬, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription