ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા. ૧૧ઃ જામનગર તાલુકાના બાર ગામના લોકોએ સિંચાઈ માટે સસોઈ ડેમમાંથી પાણી છોડવાની માંગણી કરી હતી. જે ફળીભૂત થઈ છે અને ગઈકાલે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. ખેતરોમાં ઉભા પાક માટે સિંચાઈના પાણીની ખાસ જરૃર હોવાથી જામનગર તાલુકાના બાર ગામના ખેડૂતોએ ઉગ્ર રજુઆતો કરી સસોઈ ડેમમાંથી પાણી છોડવા માંગ કરી હતી અને સસોઈ ડેમ પાસે એકત્ર થયા હતાં.
આખરે આ મુદ્દે સરકારે હકારાત્મક વલણ અપનાવી સસોઈ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો હતો અને ગઈકાલે પાણી છોડ્યું હતું. આથી ગામના સરપંચ સહિતનાઓ ગઈકાલે દોઢિયા ગામની નહેર પાસે પહોંચ્યા હતાં અને નીરના વધામણા કર્યા હતાં.
આગામી દસ દિવસ માટે ૧૧૦ એમએલડી પાણી છોડવામાં આવનાર છે. જો કે ખેડૂતોની માંગ ૧૫ દિવસ પાણી આપવાની છે. પરંતુ દસ દિવસ પાણી છોડવામાં આવનાર છે. જો કે હાલમાં ખેડૂતો ખેતરમાં અને ખેતીકામમાં જોતરાઈ ગયા છે.
સસોઈ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવા માટે દોઢિયા, જીવાપર, રાવલસર, સરમત, આમરા, લાખાબાવળ, વસઈ, નાઘેડી, ગોરધનપર વિગેરે ગામના ખેડૂતોની માંગણી હતી જેને લાભ થયો છે.