મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

સડજ દ્વારા સ્વર ઊર્મિ સંગીતનો કાર્યક્રમ

જામનગર તા. ૧૪ઃ સડજ દ્વારા સ્વર ઊર્મિ સંગીત સમારોહ તાજેતરમાં જામનગરના ધીરૃભાઈ અંબાણી ચેમ્બર્સ ઓફ કોમર્સ હોલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં સડજના ર૧ જેટલા બાળ કલાકારોએ ગુજરાતી સુગમ, સુફી, હિન્દી ફિલ્મ સંગીતની મેલી અને ઈન્ડિયન ક્લાસિકલ સંગીત રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા નાટ્ય દિગ્દર્શક કલાકાર લલિત જોષીએ કર્યું હતું. વિશેષ સહયોગ રાધિકા એજ્યુ. કેર સ્કૂલના પ્રિન્સિપાલ શિવાની આચાર્ય અને નાનુભાઈ પ્રિન્સ તરફથી મળ્યો હતો. ચંપાબેન ટાંકના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખૂલો મૂકવામાં આવ્યો હતો.

જાણીતા ઉદ્યોગપતિ ઓ.પી. મહેશ્વરી, પૂર્વ ચેમ્બર પ્રમુખ કિરીટભાઈ મહેતા, રાધિકા એજ્યુ. કેર સ્કૂલ સંચાલક ભરતેશ શાહે ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રાચી શાહ, દર્શી મારૃ, લલિતાબેન પંડ્યાએ જહેમત ઊઠાવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription