પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

ઉરી આર્મી કેમ્પ પાસે શકમંદો જોવા મળતા હાથ ધરાયું સર્ચ ઓપરેશન

શ્રીનગર તા. ૧૧ઃ જમ્મુ-કાશ્મીરના ઉરી આર્મી કેમ્પની પાસે બે શકમંદો જોવા મળ્યા હતાં, જેથી સુરક્ષા દળોએ ફાયરીંગ કર્યું હતું. એ પછી કોઈ ડેડ બોડી નહીં મળી આવતા સર્ચ ઓપરેશન શરૃ કરવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરના ઉરી સ્થિત આર્મી કેમ્પ પાસે સંદિગ્ધ પ્રવૃત્તિઓ જોવા મળી હતી. અહીં લાઈન ઓફ કંટ્રોલની પાસે આવેલા મોહરા કેમ્પમાં કેટલાક સંદિગ્ધ જોવા મળ્યા હતાં. પોલીસનું કહેવું છે કે સોમવારે સવારે આર્મી યુનિટે કેટલાક સંદિગ્ધોને જોયા, જે પછી સુરક્ષા દળોએ ઓપન ફાયરીંગ કર્યું. સંદિગ્ધ પ્રવૃત્તિઓને જોતા વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૃ કરાયું છે.

પોલીસના જણાવ્યા મુજબ શંકાસ્પદ હાલતમાં બે લોકો જોવા મળ્યા હતાં. આ સવારે લગભગ ૩ વાગ્યાની ઘટના છે. પોલીસનું કહેવું છે કે ફાયરીંગને કારણે કેટલાક લોકોને ઈજા થઈ હોય શકે છે, પરંતુ હજુ સુધી કોઈ ડેડબોડી મળી નથી. પોલીસે હજુ સુધી કોઈ જ હુમલાની પૃષ્ટિ કરી નથી.

આ પહેલા ઉરી કેમ્પ પર મોટો આતંકી હુમલો થયો હતો. જે પછીથી સિક્યોરીટી ફોર્સની બાજ નગર રહેતી હોય છે અને કોઈપણ સંદિગ્ધ પ્રવૃત્તિઓને જોતા જ સુરક્ષા દળના જવાનો એલર્ટ થઈ જાય છે. ૧૮-૧૯ સપ્ટેમ્બરે ઉરીના આર્મી કેમ્પમાં પાકિસ્તાનથી આવેલા જૈશ-એ-મોહમ્મ્દના આતંકીઓએ હુમલો કર્યો હતો. દગાથી કરેલા હુલાને કારણે ૧૯ જેટલા જવાનો શહીદ થયા હતાં. આ હુમલામાં આતંકીઓ પણ ઠાર થયા, પરંતુ પાકિસ્તાનની પોલ ખૂલી ગઈ હતી. જે પછી ભારતે જવાનોની શહાદતનો બદલો લેતા પીઓકેમાં આવેલા આતંકી કેમ્પ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription