પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

બાંગ્લાદેશ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે જામનગરની બે યુવા ખેલાડીઓની પસંદગી

જામનગર તા. ૧પઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે જામનગરનું નામ વિશ્વના નક્શામાં ગૌરવભેર અંકિત થયેલું છે. જામ રણજી, દુલીપસિંહજી, સલીમ દુરાની, વિનુ માંકડથી લઈને રવિન્દ્ર જાડેજા સુધીના ખેલાડીઓએ જામનગરનું નામ રોશન કર્યું છે.

હવે જામનગરની મહિલા ક્રિકેટરોએ પણ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામીને જામનગરને વધુ ગૌરવ અપાવ્યું છે.

બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ પ્રિમિયમ લીગ ટુર્નામેન્ટ રમાનાર છે. આ ટુર્નામેન્ટમાં ભારતની પાંચ મહિલા ક્રિકેટરોની પસંદગી બીસીસીઆઈ દ્વારા કરવામાં આવી છે જેમાં જામનગરની રિદ્ધિ રૃપારેલ તથા નેહા ચાવડાની પસંદગી થઈ છે.

જામનગરના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે ખૂબ જ આનંદની લાગણી સાથે જણાવ્યું હતું કે રિદ્ધિ પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કરે છે. સારી વિકેટ કિપર તથા બેટધર છે. જ્યારે નેહા ચાવડા લેફ્ટ આર્મી લેગ સ્પીનર બોલર છે. તેણીએ અગાઉ ગુજરાતમાં ઉત્તમ બોલીંગ પ્રદર્શન કર્યું છે. ઈન્ડિયન પ્રિમિયર લીગની જેમ બાંગ્લાદેશમાં મહિલાઓ માટેની આ લીગ ટુર્નામેન્ટ પસંદગી પામીને રિદ્ધિ તથા નેહાએ  જામનગરના મહિલા ક્રિકેટરો પણ ઉત્તમ કોટીના હોવાનું દૃષ્ટાંત  પૂરૃં પાડ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription