પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૃપાનંદજી રામ મંદિર માટે કરશે તા. ૧૭ મીના અયોધ્યાની કૂચ

નવી દિલ્હી તા. ૧રઃ દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૃપાનંદજી સંતો સાથે તા. ૧૭ મી ફેબ્રુઆરીના અયોધ્યા તરફ કૂચ કરશે. શંકરાચાર્યે કહ્યું કે મોદી સરકારને મંદિર નિર્માણ માટે લોકોએ મત આપ્યા હતાં, પરંતુ સરકાર સુપ્રિમ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહી છે, જ્યારે બીજી તરફ લોકોની ધીરજ હવે ખૂટી ગઈ છે.

રામ જન્મ ભૂમિ પર મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરવા મટે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૃપાનંદ સરસ્વતીજી ૧૭ મી ફેબ્રુઆરીના અયોધ્યા તરફ કૂચ કરશે અને યાત્રા કાઢશે. જે ૧૯ મી ફેબ્રુઆરીએ અયોધ્યા પહોંચી જશે. અયોધ્યા પહોંચીને ર૧ મી ફેબ્રુઆરીના શુભ મુહૂર્તમાં વિધિવિધાન સાથે રામયંત્રની સ્થાપના અને ભૂમિપૂજન કરવામાં આવશે.

ગઈકાલે શંકરાચાર્યએ મીડિયા સાથે વાતચીતમાં માહિતી આપી હતી અને કહ્યું હતું કે, અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચૂકાદો આવી ગયો છે તેને ૯ વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને સરકાર કહે છે કે સુપ્રિમ કોર્ટનો નિર્ણય અમે માનશું. જ્યારે વોટ તેમને રામમંદિર બનાવવા માટે મળ્યા હતાં. આવી સ્થિતિમાં અમે સનાતન લોકો ધૈર્ય રાખી શકી તેમ નથી.

શંકરાચાર્ય ર૧ મી ફેબ્રુઆરી પછી સભાઓ પણ સંબોધવાના છે. જાનકી ઘાટ પર મોટા સ્થાનમાં સવા લાખ પાર્થિવ પૂજન પછી ર૦ મીએ સભા થશે. એમણે અયોધ્યામાં રામની મૂર્તિ સ્થાપિત  કરવા માટે શાસ્ત્ર સહમત માન્ય નથી. શંકરાચાર્યએ કહ્યું કે કેટલાક લોકો અમને કોંગ્રેસી કહે છે, પરંતુ એમ કહીને અમારી વાતને ફગાવી શકાય નહીં. અમે દેશના ચાર શંકરાચાર્યો સાથે સંમેલન કર્યું છે અને ત્યાં રામ જન્મભૂમિનો પ્રસ્તાવ પસાર કર્યો છે.

સ્વામી સ્વરૃપાનંદે કહ્યું કે અમારે અયોધ્યા એટલા માટે જવું છે કે ત્યાં અવિવાદીત ભૂમિ પર મંદિર નિર્માણનું ષડ્યંત્ર થઈ રહ્યું છે. જો એવું થઈ ગયું તો મુખ્ય ભૂમિ પરથી અમારો દાવો કમજોર થઈ જશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription