ધ્રોલના ગોકલપર પાસેથી બે મોટરમાં લઈ જવાતી અંગ્રેજી શરાબની ૧૬૪ બોટલ ઝડપાઈ

જામનગર તા. ૧૩ઃ ધ્રોલના ગોકલ૫ર ગામ પાસેથી એલસીબીએ બે મોટરમાં લઈ જવાતી અંગ્રેજી શરાબની ૧૬૪ બોટલ પકડી પાડી છે. જામનગરના ત્રણ અને ખંભાળીયાના એક શખ્સની જથ્થા સાથેની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓએ કચ્છના સપ્લાયરનું નામ ઓકી નાખ્યું છે.

જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખા દ્વારા કરવામાં આવી રહેલા ૫ેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના ખીમભાઈ ભોચીયા, વનરાજ મકવાણા, અશોક સોલંકીને બાતમી મળી હતી કે ધ્રોલ તાલુકાના ગોકલપર ગામ પાસેથી પસાર થતી બે મોટરમાં અંગ્રેજી શરાબનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે.

આ બાતમીના આધારે પીઆઈ આર.એ. ડોડીયાના વડપણ હેઠળ એલસીબીના કાફલાએ ગોકલપર ગામ પાસે વોચ ગોઠવી હતી જેમાં જીજે-૩૭-બી-૩૮૯૫ નંબરની ઈક્કો મોટર તથા જીજે-૧૦-એપી-૬૫ નંબરની ફીગો મોટર મળી આવી હતી. બંને મોટરની તલાસી લેવાતા તેમાંથી અંગ્રેજી શરાબની ૧૬૪ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે જામનગરના દિગ્વિજય પ્લોટ નં. ૪૯માં રહેતા જયેશ કિશોરભાઈ ચાંદ્રા, ગોકુલનગરમાં રહેતા કેયુર ગીરીશભાઈ ડોબરીયા, વિજયનગરમાં રહેતા વિજય ધારાભાઈ કારીયા તથા ખંભાળીયાના કરશનભાઈ ભીખાભાઈ મસુરા નામના ચાર શખ્સો ઝડપાઈ ગયા હતાં.

અંગ્રેજી શરાબ, એક મોબાઈલ, બે મોટર મળી કુલ રૃા. ૩,૬૭,૬૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચારેય આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં કચ્છના રાપર તાલુકાના લાકડીયા ગામના રાજભા દરબારનું સપ્લાયર તરીકે નામ ખુલ્યું છે. આરોપીઓ સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription