મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

સ્માર્ટ સિટીના પ્રોજેક્ટો અટવાયાઃ ડેડલાઈન વર્ષ ર૦ર૩ સુધી લંબાવી દેવાઈ!

નવી દિલ્હી તા. ૧૪ઃ વર્ષ ર૦૧૪ ની ચૂંટણીમાં જેનો જોરશોરથી પ્રચાર થયો હતો, તે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં નહીંવત્ કામ થયું હોવાના અહેવાલો આવી રહ્યા છે.

બીબીસીને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ મોદી સરકારે પાંચ વર્ષ દરમિયાન સ્માર્ટ સિટીના પ્રોજેક્ટો માટે કરાયેલા વાયદા મુજબ કોઈ કામ થયું નથી, તેવું રિયાલિટી ચેકમાં બહાર આવ્યું છે. આ યોજનાની ડેડલાઈન હવે વર્ષ ર૦ર૩ સુધી લંબાવી દેવામાં આવી છે. જો કે, સ્માર્ટ સિટીની કોઈ ચોક્કસ વ્યાખ્યા પણ નથી, પરંતુ આ યોજના માટે ૧૦૦ શહેરો પસંદ કરવામાં આવ્યા હતાં. એવા દાવા કરાયા હતાં કે સ્માર્ટ સિટી તરીકે પસંદ થયેલા શહેરોમાં પર્યાપ્ત વીજળી, પાણીનો પુરવઠો તથા તમામ પ્રાથમિક સુવિધાઓ અપાશે અને માળખાકીય વિકાસ આધુનિક ઢબે કરાશે. આ ૧૦૦ શહેરોની તબક્કાવાર પસંદગી કરવામાં જ પાંચ વર્ષ વીતી ગયા અને હવે આ યોજનાની મુદ્ત વધુ પાંચ વર્ષ માટે લંબાવી દેવામાં આવી હોવાનું કહેવાય છે.

ડિસેમ્બર ર૦૧૮ સુધીમાં જુદા જુદા સ્માર્ટ સિટી મિશન માટે સરકારે પ૧પ૧ પ્રોજેક્ટોને મંજુરી આપી હતી, જેમાંથી ૩૯ ટકા યોજનાઓ ચાલી રહી છે અથવા પૂરી થઈ ગઈ હોવાના દાવો થઈ રહ્યો છે, પરંતુ સ્માર્ટ સિટી માટે ફાળવેલા ફંડનો જ પૂરતો ઉપયોગ કરાયો નથી કે જમીન પર કામ દેખાતું નથી.

હાઉસીંગ એન્ડ લેન્ડ રાઈટ્સ નામની એક સંસ્થાએ આને 'સ્માર્ટ એન્ક્લેવ સ્કીમ' કહીને કટાક્ષ કર્યો છે. સંસદીય સમિતિના એક રિપોર્ટ મુજબ સરકારી વિભાગો અને તંત્રો-સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વચ્ચે સંકલનનો અભાવ છે.

ભાજપ દ્વારા વર્ષ ર૦૧૪ માં દેશભરના શહેરોને આધુનિક અને સુવિધાસભર બનાવવા 'સ્માર્ટ સિટી'ની યોજનાનો ધોમ પ્રચાર કર્યો હતો અને આ યોજના મોદી સરકારે વર્ષ ર૦૧પ માં લોન્ચ કરી દીધી હતી, તે પછી સ્માર્ટ સિટીના ચોક્કસ પ્રોજેક્ટોની તબક્કાવાર અલગ-અલગ વર્ષે જાહેરાત થઈ હતી, પરંતુ તેમાં ખાસ કોઈ પ્રગતિ થઈ નથી અને આ માટે ફાળવાયેલા ફંડનો પણ નહીંવત ઉપયોગ જ થયો છે.

વિપક્ષે આ યોજનાને માત્ર મિથ્યા પ્રચાર જ ગણાવ્યો છે, અને આ યોજના માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને જમીન પર તેની કોઈ પ્રગતિ દેખાતી નથી, જેવો આક્ષેપ કર્યો છે. ભારતની શહેરી વસતિ ટૂંક સમયમાં ૬૦ કરોડ સુધી પહોંચી જશે, ત્યારે તેને અનુરૃપ પ્રાથમિક સુવિધાઓ પણ શહેરોમાં ઊભી થઈ રહી નથી, તેવો આક્ષેપ પણ થઈ રહ્યો છે અને સ્માર્ટ સિટીની યોજના ફ્લોપ થઈ હોવાના કટાક્ષો પણ થઈ રહ્યા છે.

સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ વર્ષ ર૦૧૭ ની સરખામણીમાં સ્માર્ટ સિટી મિશનમાં ચારસો ટકાથી વધુ વૃદ્ધિ થઈ છે. આ માટે ૧૩ જોઈન્ટ સેન્ટર્સ કાર્યરત છે. કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પુરીએ પ૦ ટકા પ્રોજેક્ટ પૂરા કરાયા હોવાનો દાવો પણ કર્યો છે, અને તાજેતરના વર્ષોમાં આ યોજના હેઠળ આવરી લેવાયેલા શહેરો માટે મુદ્ત લંબાવાઈ હોવાનો દાવો કરાયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription