મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

પ્રજાના પ્રશ્નોના ઉકેલ અને દ્વારકા જિલ્લાના વિકાસને પ્રાધાન્યઃ હકુભા જાડેજા

ગુજરાત સરકારના મંત્રી બન્યા પછી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારકા પહોંચ્યા હતા અને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. હકુભાએ પ્રજાના પ્રશ્નોના ઉકેલ અને દ્વારકા જિલ્લાના વિકાસને પ્રાધાન્ય આપવાની ખાત્રી આપી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાતેલ ગામમાં જન્મેલા ક્ષત્રિય સમાજના ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ આજે દ્વારકાધીશના દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. રાજ્યમંત્રી બનેલા હકુભાએ દ્વારકાધીશ મંદિરમાં રૃપિયા ૫૧૦૦૦ ની સેવા અર્પણ કરી આજે દ્વારકાધીશના મંગળાથી લઈને શયન સુધીના સેવાકર્મના ન્યોછાવર અર્પણ કરી હતી. પૂજારી નેતાજીએ હકુભાને દ્વારકાધીશજીના ઉપવસ્ત્રથી આશીર્વાદ આપ્યા હતા. હકુભાએ શારાદાપીઠના પ્રતિનિધિ નારાયણનંદજી પાસેથી પણ શુભ આશીર્વાદ લીધા હતા. શારદાપીઠ પરિસરમાં રાજપૂત સમાજના પ્રધ્યમુન જાડેજા, રાજભા જાડેજા, જીવરાજસિંહ વાઢેર, નરેન્દ્રસિંહ જાડેજા તથા પાલિકાના પ્રમુખ જીતેષ માણેક, ઉપપ્રમુખ પરેશ ઝાખરીયા તાલુકા પંચાયત પ્રમુખ લુણાભા, હોટલ એસોસિએશનના પ્રમુખ નિર્મલ સામાણી, સેક્રેટરી રવિ બારાઈ, ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ રમણભાઈ સામાણી, શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ ઝાખરીયા, ટુર ટ્રાવેલ્સ એસોસિએશન પ્રમુખ વિનુભાઈ સામાણી, પત્રકાર મંડળના પ્રમુખ ચંદુભાઈ બારાઈ, ગુજરાત રાજ્ય યાત્રા વિકાસ ધામ બોર્ડના પ્રમુખ રમેશભાઈ હેરમા, ઓખા શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ બારાઈ, સરપંચ મંડળના પ્રમુખ વરંજાગભા, પંડાસભાના ગોર કપિલભાઈ વાયડા સહિત જુદી-જુદી ધાર્મિક, સામાજિક, રાજકીય સહીતના આગેવાનોએ હકુભાનું સ્વાગત-સન્માન કર્યું હતું. દ્વારકાના પત્રકારો સાથે વાતચીત કરતા હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લો મારી જન્મભૂમિ છે અને દ્વારકા જિલ્લો અને જામનગર જિલ્લો બંનેથી હું ખૂબ જ પરીચીત છું મંત્રીપદ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ, અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી એ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને રાજ્ય સરકારે ફાળવેલ વિભાગોમાં પ્રજાના પ્રશ્નોના ગુજરાતના જિલ્લા અને તાલુકા મથક મારી સેવાને વિસ્તારી અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવીશ. દ્વારકાની પાણીની સમસ્યા અંગે ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીને મળીને ધારાસભ્ય પબુભા માણેક તથા પાલિકા પ્રમુખ જીતેષ માણેક વગેરેને સાથે રાખીને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયત્નો થશે અને દ્વારકા જિલ્લાના વિકાસને પ્રાધાન્ય આપશે, તેવી ખાત્રી પણ હકુભાએ આપી હતી.                     (તસ્વીર ઃ અનિલ લાલ)

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription