કર્ણાટકમાં લોકસભા-વિધાનસભાની પાંચ બેઠકો પૈકી ચાર પર ભાજપની કારમી હાર / આ વર્ષે પણ સેનાના જવાનો સાથે જ દિવાળી ઉજવશે પ્રધાનમંત્રી મોદી / પીએનબી કૌભાંડઃ ચોક્સીની હોંગકોંગ ફર્મના ડાયરેકટરને ઈડીએ કોલકત્તાથી પકડયો

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ડાયરેક્ટર અમીબેન સાથે ખાસ મુલાકાત

જામનગર તા. ર૬ઃ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. બી.એચ. ઘોડાસરાના ચેરમેન પદ હેઠળ રચાયેલા આ નિગમમાં ડાયરેક્ટર પદે નિયુક્ત થયેલા જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખ નોબતની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતાં.

નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણી તથા દર્શકભાઈ માધવાણીએ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા રચાયેલા આ બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તથા ઓબીસી સિવાયના તમામ બિન અનામત વર્ગના લોકો માટે શિક્ષણ અને સ્વરોજગારી માટે અનેક લાભદાયી યોજનાઓની વિસ્તૃત ચર્ચા તેમણે નોબત સાથેની ખાસ મુલાકાતમાં કરી હતી.

બિન અનામત વર્ગના દેશમાં અભ્યાસ અર્થે વાર્ષિક રૃપિયા ત્રણ લાખની મર્યાદા અને વિદેશમાં અભ્યાસ અર્થે વાર્ષિક રૃપિયા સાડા ચાર લાખની મર્યાદાવાળા કોઈપણ પરિવારના સંતાનો શૈક્ષણિક લોન મેળવી શકે છે.

શૈ. અ. યોજના (લોન સહાય)

રાજ્યમાં ચાલતા મેડિકલ, ઈજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કીટેકચર, આયુર્વેદ, હોમિયોપેથી, વેટરનરી અને ફિઝિયોથેરાપી જેવા સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે રૃા. ૧૦.૦૦ લાખ સુધીની લોન.

વિદેશ અભ્યાસ માટે લોન ઃ

ધો. ૧ર પછી એમ.બી.બી.એસ. માટે ડીપ્લોમા પછી ડીગ્રી માટે, સ્નાતક પછી અનુસ્નાતક માટે, અને રીસર્ચ જેવા ટેકનિકલ, પેરા મેડિકલ અને પ્રોફેશ્નલ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૃા. ૧પ.૦૦ લાખ સુધીની લોન.

ભોજન બિલ સહાય ઃ

બિન અનામત વર્ગના સ્નાતક કક્ષાના મેડિકલ, ડેન્ટલ, ટેકનિકલ, પેરા મેડિકલ જેવા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા સરકારી-અનુદાનિત છાત્રાલય સિવાયના છાત્રાલયમાં રહીને ભણતા વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૃપિયા ૧ર૦૦ લેખે ભોજન બિલ સહાય.

કોઈપણ સમાજ, ટ્રસ્ટ, સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયોમાં રહીને ધોરણ ૯ થી ૧ર માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ભોજન બિલ સહાય મળવા પાત્ર થશે.

ટયુશન સહાય ઃ

ધો. ૧૦ માં ૭૦ ટકા હોય તેવા ધો. ૧૧, ૧ર ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને દર વર્ષે વાર્ષિક રૃા. ૧પ,૦૦૦ સુધી ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. કોઈપણ સંસ્થા, સમાજ, ટ્રસ્ટ દ્વારા ચલાવાતા ટયુશન ક્લાસના વિદ્યાર્થીઓને પણ મળવાપાત્ર થશે.

જી, ગુજકેટ, નીટ પરીક્ષા માટે કોચીંગ સહાય ઃ

ધો. ૧ર ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જિનિયરીંગમાં પ્રવેશ માટેની જી, ગુજકેટ, નીટ જેવી પરીક્ષાઓની તૈયારી માટે ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ માટે વિદ્યાર્થીદીઠ વાર્ષિક રૃા. ર૦,૦૦૦ અથવા ખરેખર ચૂકવેલ ફી તે પૈકી જે ઓછું હોય તે કોચીંગ સહાય મળવાપાત્ર થશે. ધો.૧૦ માં ૭૦ ટકા જરૃરી.

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય

બિન અનામત વર્ગનના વિદ્યાર્થીઓને યુપીએસસી, જીપીએસસી વર્ગ-૧, વર્ગ-ર અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલવે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષા માટે માન્ય સંસ્થાઓ દ્વારા તાલીમ માટે વિદ્યાર્થી દીઠ રૃા. ર૦,૦૦૦ અથવા ખરેખર ચૂકવેલ ફી પૈકી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.

સ્વરોજગાર લક્ષી યોજનાઓઃ

વાહનો માટે રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૃતિ ઈકો, જીપ, ટેકસી જેવા વાહનો માટે ઓન રોડ યુનિટ કોસ્ટ લોન તરીકે મળવા પાત્ર થશે.

- વ્યવસાય માટેઃ કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, બુક સ્ટોર, રેડીમેઈડ ગારમેન્ટસ જેવા કોઈપણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે વધુમાં વધુ રૃા. ૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખર થયેલ ખર્ચ તે પૈકી જે ઓછું હોય તે લોન પેટે મળવા પાત્ર થશે.

૭ (અ) અને (બ) યોજના માટે લોનનો વ્યાજ દર પ ટકા જ્યારે મહિલા લાભાર્થી માટે ૪ ટકા વ્યાજનો દર રહેશે.

બેંક ધિરાણ સામે વ્યાજ સહાયઃ

ટ્રાન્સપોર્ટ, ટ્રાવેલર્સ, લોજીસ્ટીક, ફુડકોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન, જરૃરી સ્ટ્રકચર સાથે મેળવવા બેંકમાંથી રૃા. ૬.૦૦ લાખ સુધીની લીધેલ લોન પર પ ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે.

તબીબ, સ્નાતક, વકીલ, ટેકનિકલ સ્નાતક માટે બેંક ધિરાણ સામે વ્યાજ સહાય

તબિબ, વકીલ, ટેકનિકલ સ્નાતક થયેલ લાભાર્થીને પોતાનું ક્લિનિક, લેબોરેટરી, રેડિયોલોજી ક્લિનિક કે ઓફિસ ખોલવા માટે બેંક પાસેથી લીધેલ રૃા. ૧૦.૦૦ લાખ સુધીની લોન પર પ ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે.

રૃા. ૭.પ૦ લાખ સુધીની લોન માટે બે સદ્ધર જામીન આપવાના રહેશે. જ્યારે ૭.પ૦ લાખ કરતા વધુ લોન માટે લોનની રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઈ સગા-સંબંધીની મિલકત ગીરો કરવાની રહેશે તેમજ પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.

લોનની પરત ચૂકવણી ઃ

- રૃા. પ.૦૦ લાખ સુધીની લોનના કિસ્સામાં અભ્યાસપૂર્ણ કર્યા પછી ૧ વર્ષ છૂટ બાદ ૦પ (પાંચ) વર્ષના સરખા માસિક હપ્તામાં અને રૃા. પ.૦૦ લાખ ઉપરની લોનના કિસ્સામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ૧ વર્ષ છૂટ બાદ ૦૬ (છ) વર્ષના સરખા માસિક હપ્તામાં વસુલ કરવામાં આવશે. વ્યાજની પ્રથમ વસુલાત કરવામાં આવશે.

- વાહન મેળવ્યાના ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા ૬૦ માસિક હપ્તામાં લોન વસુલ કરવામાં આવશે.

- નાના વ્યવસાય શરૃ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના સરખા ૬૦ માસિક હપ્તામાં લોન વસુલ કરવામાં આવશે.

જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વધુને વધુ લાભાર્થીઓ બિન અનામત નિગમની યોજનાઓનો લાભ લેવા આગળ આવે તે માટે વિવિધ જ્ઞાતિ, સમાજના સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપક પ્રચાર-પ્રસાર ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને બિનઅનામત વર્ગના લોકોને સંપુર્ણ માર્ગદર્શન જાણકારી મળે તે પ્રકારના પ્રવચન, સેમિનાર વગેરે યોજવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, અમીબેન પરીખ પૂર્વ મેયર પદે તો રહી જ ચૂક્યા છે, પણ હાલમાં તેઓ આગામી ર૦૧૯ ની લોકસભાની ચૂંટણી સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની પસંદગી માટે રાજકોટ બેઠકના પ્રભારી તરીકે પણ નિયુક્ત થયા છે.

સંપર્ક માટે માર્ગદર્શન

જિલ્લા કક્ષાએ કોઈપણ ઈચ્છુક વ્યક્તિ જામનગરના જિલ્લા સેવા સદન-૪ માં રૃમનં. ૩ર માં કાર્યરત ઓફિસનો સંપર્ક કરી શકે છે. જ્યાંથી આ નિગમદ્વારા મળવાપાત્ર લોન/સહાય અંગે માર્ગદર્શન તેમજ અરજી સ્વીકારવાની વ્યવસ્થા છે. તેમજ જિલ્લા મેનેજર (અનુ.જાતિ), જિલ્લા નાયબ નિયામક (વિકસતી જાતિ) તથા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસિત જાતિ), નો સંપર્ક કરવાથી પણ માહિતી માર્ગદર્શન મળી શકશે.

નિગમની વેબસાઈટ પરથી નિગમની તમા યોજનાઓન જાણકારી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છીે. તેમજ અરજીના ફોર્મના ફોર્મેટ પણ ઉપલબ્ધ ઈચ્છુક ઉમેદવાર તેમાંથી અરજીફોર્મની કોપી કાઢીને જરૃરી આધાર-પુરાવા સાથે જામનગરમાં અરજી સ્વીકારવાના કેન્દ્રમાં તેની અરજી જમા કરાવી શકે છે. આ તમામઅરજીઓનું જિલ્લા કક્ષાએ પ્રાથમિક ચેકીંગ કર્યા પછી તેને નિગમમાં મોકલી આપશે. જ્યાં નિગમના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા અરજીનું મૂલ્યાંકન કરી મંજૂર કરી લોન/સહાય ચૂકવવામાં આવશે.

આ ઉપરાંત નિગમના ડાયરેક્ટર અમીબેન પરીખનો પણ મો.નં. ૯૬૮૭પ પપ૩પપ પર સીધો સંપર્ક કરવા તેમણે અનુરોધ કર્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00