કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

જામનગરમાં રાજ્ય કક્ષાની નેત્રહિન કોમ્પ્યુટર કૌશલ્ય સ્પર્ધા

જામનગર તા. ૧૧ઃ તાજેતરમાં જામનગરના શ્રી અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના સૂર્વણ જયંતી વર્ષની ઉજવણી અંતર્ગત ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સી.ઝેડ.એમ.જી. બીસીએ કોલેજની કોમ્પ્યુટર લેબમાં રાજ્યકક્ષાની નેત્રહિન કોમ્પ્યુટર કૌશલ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પર્ધામાં વિભાગ 'અ'માં અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર જામનગરના નિકુલ બી. કેરવાડીયા એ પ્રથમ તેમજ મોઈન એમ. કલાડીયાએ દ્વિતીય સ્થાન તેમજ બ્લાઈન્ડ સ્કૂલ ગાંધીનગરના સન્ની આર. પરમાર તૃતીય સ્થાને વિજેતા થયા હતા.

એ જ રીતે વિભાગ 'બ' માં સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સુરેન્દ્રનગરના સોનલ બી. મકવાણા પ્રથમ, વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટના ઈલા કે.ઘેડિયા, દ્વિતીય તેમજ અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર જામનગરના આર્યન કે અંદરપા તૃતીય વિજેતા થયા હતા. વિભાગ 'ક' અંતર્ગત નવચેતનજ અંધજન મંડળ માધાપર કચ્છના માવજી આર. કોલી પ્રથમ અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર જામનગરમાં હમીદ જે. સેતા દ્વિતીય તથા ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ, બરોડાના પ્રિતેશ ટંડેલ તૃતીય વિજેતા થયા હતા.

વિજેતાઓનો પુરસ્કાર વિતરણ સમારંભ શ્રી અંધજન વિવિધલક્ષી તાલીમકેન્દ્ર, એરોડ્રામ રોડ, જામનગરમાં યોજાયો હતો. જેમાં જામનગર લોહાણા મહાજન પ્રમુખ તથા ભાજપ અગ્રણી જીતુભાઈ લાલના હસ્તે પ્રત્યેક વિભાગના પ્રથમ વિજેતાને રૃા. ૨ હજાર, દ્વિતીય વિજેતાને રૃા. દોઢ હજાર તથા તૃતીય વિજેતાને રૃા. ૧ હજારના રોકડ પુરસ્કાર અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રત્યેક સ્પર્ધકને પ્રોત્સાહક પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

સંસ્થાના પ્રમુખ ચંદુલાલ આર. શાહે સ્પર્ધકોનું અભિવાદન કર્યું હતું. માનદ મંત્રી ડો.પ્રકાશ મંકોડીએ પ્રાસંગિક વકતવ્યમાં કોમ્પ્યુટર શિક્ષણની તાલીમ મેળવ્યા બાદ ૨૦૧૬ 'દિવ્યાંગ અધિકાર અધિનિયમ' અંતર્ગત સરકારી ક્ષેત્રમાં મળવાપાત્ર રોજગારીના અવસરો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સંસ્થાના ઉપપ્રમુખ બિમલભાઈ મહેતા, ટ્રસ્ટી હર્ષવદન ગોસરાણી તેમજ ટ્રસ્ટી મનિષભાઈ મારૃ એ પ્રસંગોચિત અભિવ્યક્તિ કરી હતી.

સ્પર્ધકો તથા તેમના સહાયકો માટે આવાસ ભોજનની વ્યવસ્થા સ્પર્ધાની આયોજક સંસ્થા અંધજન વિવિધલક્ષી તાલીમ, કેન્દ્રના સંકુલમાં જ કરવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription