જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

ધો.૧૨ કે વધુ લાયકાતવાળા ઉમેદવારો સ્વરોજગાર શિબિરમાં ભાગ લઈ શકશે

જામનગર તા. ૬ઃ ગુજરાત રાજ્યમાં રોજગાર નીતિને ધ્યાનમાં રાખીને રોજગાર ક્ષેત્રે યુવાનોનું પ્રતિનિધિત્વ વધે તે ઝુંબેશ સ્વરૃપે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગર દ્વારા તાલુકા કક્ષાનો ભરતીમેળો તા. ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ના  મંગળવારે સવારે ૧૧ કલાકે  'આઈ.ટી.આઈ, ધ્રોલ જિ.જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ ભરતીમેળામાં જુદા જુદા સર્વિસ સેક્ટરના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેનાર છે. તેમજ રોજગારવાંચ્છું ઉમેદવારો પોતાના પગભર થઈ શકે અને પોતાનો ધંધો-રોજગાર સ્થાપિત કરી શકે તે માટે સ્વરોજગાર શિબિરનું પણ  આયોજન કરવામાં આવ્યું છે. આ તાલુકા કક્ષાના ભરતીમેળા-સ્વરોજગાર શિબિરમાં ધોરણ ૧૨ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમર મર્યાદા ૧૮ થી ૩૫ રહેશે. નોકરીદાતાઓ સ્થળ પર હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરશે.

આ જોબફેરમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઈન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહી શકશે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ બાયોડેટા સાથે ઈન્ટરવ્યૂમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. આ જોબફેર-સ્વરોજગાર શિબિરમાં રોજગાર કચેરી-જામનગરમાં નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઈ શકશે. રજિસ્ટ્રેશન સવારે ૧૧ વાગે સ્થળ પર જ કરવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription