બોટાદના કલેક્ટર સુજીતકુમાર બન્યા કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાના પી.એસ.

ગાંધીનગર તા. ર૦ઃ બોટાદના કલેક્ટર સુજીતકુમારની કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે. આમ ગુજરાત કેડરના વધુ એક આઈએએસ અધિકારી કેન્દ્રમાં જશે.

ગુજરાતમાંથી વધુ એક આઈએએસ અધિકારીને દિલ્હી બોલાવાયા છે. ર૦૧૦ ની ગુજરાત કેડરના સુજીત કુમારને શિપિંગ અને ખાણ-ખનિજ અને ફર્ટિલાઈઝરના રાજ્ય કક્ષાના મંત્રી મનસુખ માંડવિયાના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે શિપિંગ વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ છે. બોટાદ કલેક્ટરને પાંચ વર્ષ માટે આ કામગીરી બજાવવી પડશે.

બોટાદના કલેક્ટર સુજીત કુમારને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં ગુજરાતથી રાજ્યસભા સાંસદ એવા મનસુખ માંડવિયાના પીએસ બનાવાયા છે. તેમણે પાંચ વર્ષ સુધી દિલ્હીમાં રહેવું પડશે. જ્યાં સુધી નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી જોડાયા છે. જોઈન્ટ સેક્રેટરી જે શ્રીનિવાસને સુજીત કુમાર, કેન્દ્રિય કેબિનેટ સેક્રેટરી, શિપિંગ મિનિસ્ટ્રીને ફેક્સ કરીને નિમણૂકની જાણ કરી છે. સાથે જ વહેલી તકે સુજીત કુમારને નવી જવાબદારી ઉપાડવા માટે કહેવામાં આવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription