ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

સગીરાને નસાડી પરપ્રાંતિય શખ્સ ઉડન છૂ

જામનગર તા.૧૧ ઃ જામનગર નજીકના જીઆઈડીસી ફેસ-૩માં મજૂરીકામ કરતા એક પરિવારની સત્તર વર્ષની પુત્રીને મધ્યપ્રદેશનો શખ્સ પ્રેમજાળમાં ફસાવી ઉડન છૂ થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગર નજીકના દરેડ જીઆઈડીસી ફેસ-૩માં પરપ્રાંતમાંથી આવીને વસવાટ કરતા એક પરિવારની સત્તર વર્ષની પુત્રીને મૂળ મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના ફતેપુર ગામના સુનિલ છોટે જાટવ નામના શખ્સે પોતાની પ્રેમજાળમાં લપેટી હતી ત્યાર પછી આ તરૃણી ગઈ તા.૨૬ જાન્યુઆરીના દિને પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી.

પુત્રી ગુમ થતા હાંફળાફાંફળા બનેલા તેણીના પરિવારે શોધખોળ શરૃ કરી હતી જેમાં સુનિલ છોટે નામનો શખ્સ તેણીને લગ્નની લાલચ આપી નસાડી ગયો હોવાની જાણ થતા શનિવારે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે આ શખ્સના સગડ દબાવ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00