પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

તાલુકા કક્ષાનો ભરતી મેળો - સ્વરોજગાર શિબિર

જામનગર તા. ૧૧ઃ ગુજરાત રાજ્યમાં રોજગાર નીતિને ધ્યાનમાં રાખીને રોજગાર ક્ષેત્રે યુવાનોનું પ્રતિનિધિત્વ વધે તે ઝુંબેશ સ્વરૂપે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, જામનગર દ્વારા આઈ.ટી.આઈ ધ્રોલમાં તાલુકા કક્ષાનો ભરતીમેળો તા.૧૭ જાન્યુઆરી ૨૦૧૯, ના સવારે ૧૧ઃ૦૦ કલાકે રોજગાર કચેરી કેમ્પસ, આઇ.ટી.આઇ કેમ્પસ અંદર, એસ.ટી બસ સ્ટેન્ડ સામે, જામનગરમાં રાખવામાં આવેલ છે. આ ભરતીમેળામાં જુદા જુદા સર્વીસ સેક્ટરના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેનાર છે. તેમજ રોજગારવાંચ્છું ઉમેદવારો પોતાના પગભર થઇ શકે અને પોતાનો ધંધો-રોજગાર સ્થાપિત કરી શકે તે માટે સ્વરોજગાર શિબિરનું પણ આયોજન કરેલ છે. આ તાલુકા કક્ષાના ભરતીમે ળા-સ્વરોજગાર શિબિરમાં ધોરણ ૧૦-૧૨ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. ઉમરમર્યાદા ૧૮ થી ૩૫ રહેશે. નોકરીદાતાઓ સ્થળ પર હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરશે.

આ જોબફેરમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઈન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહી શકાશે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ બાયોડેટા સાથે ઈન્ટરવ્યૂમાં હાજર રહેવા જણાવાયું છે. આ જોબફેર-સ્વરોજગાર શિબિરમાં રોજગાર કચેરી-જામનગરમાં નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકાશે. રજીસ્ટ્રેશન સવારે ૧૦ઃ૩૦ વાગે સ્થળ પર જ કરવામાં આવશે, જે મદદનીશ નિયામક (રોજગાર) જામનગરની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00