મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

બોર્ડની પરીક્ષાના પેપર તપાસણી માટે મોકલવા ઉતાવળ નહીં કરવા શિક્ષકોને કરાયો અનુરોધ

ખંભાળીયા તા. ૧૪ઃ ધો. ૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષાના પેપરો તપાસણી માટે મોકલવામાં ઉતાવળ નહીં કરવા આચાર્ય સંઘે શિક્ષકોને અનુરોધ કર્યો છે.

તાજેતરમાં ગુજરાત રાજયના શિક્ષકો દ્વારા તેમના પડતર પ્રશ્નો અંગે રાજય સરકાર દ્વારા કંઈ ઉકેલ ના લાવવામાં આવતા રાજયન ધો. ૧૦/૧ર ની બોર્ડની જાહેર પરીક્ષાઓની ૧૮.પ લાખ ઉત્તરવહીઓના મૂલ્યાંકનના તમામ કાર્યનો બહિષ્કાર કરવા સર્વાનુમત્તે નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણયના સંદર્ભમાં થોડા જ સમયમાં રાજયમાં પરીક્ષાના પેપરો જોવાના મૂલ્યાંકન કેન્દ્રોની કામગીરી શરૃ થનાર છે, ત્યારે શિક્ષકોને આચાર્યએ મૂલ્યાંકન માટે છૂટા કરવા કે નહીં તે મહત્ત્વનો પ્રશ્ન હોય, આ અંગે રાજય આચાર્ય સંઘના પ્રમુખશ્રી જે.પી. પટેલ તથા મહામંત્રી ઉમેશભાઈ પટેલે જણાવેલ કે, આ બાબતે ઘટક સંઘો સાથે થોડા સમયમાં મિટિંગ યોજાશે, જેમાં ચર્ચા-વિચારણા કરીને તમામને જરૃર સૂચનાઓ આપીને માહિતગાર કરાશે આથી આ અંગે કોઈ ઉતાવળ ના કરવા રાજયના આચાર્યોને સૂચનાઓ આપી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription