આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

જામનગરમાં છેલ્લા ચાર દિવસમાં તાપમાનનો પારો ત્રણ ડીગ્રી ઊંચકાયો

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં છેલ્લા ચાર દિવસમાં તાપમાનનો પારો ત્રણ ડીગ્રી જેટલો ઊંચકતા વાતાવરણમાં ઠંડીનું જોર ઘટી ગયું છે. જેના પગલે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧ર ડીગ્રી નોંધાયું હતું.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં હાલ જાણે તાપમાનમાં વધારાનો દોર ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જામનગરમાં છેલ્લા ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડીગ્રીનો અને મહત્તમ તાપમાનમાં પણ ત્રણ ડીગ્રીનો વધારો થયો છે.

જામનગરમાં ગત્ તા. ૭.૧.૧૯ ના લઘુત્તમ તાપમાન ૯ ડીગ્રી નોંધાતા નગરજનોએ હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. ત્યારપછી અત્યાર સુધીમાં ત્રણ ડીગ્રીનો વધારો થયો છે. તેમજ ગત્ તા. ૮.૧.ર૦૧૯ ના મહત્તમ તાપમાન ર૪.પ ડીગ્રી નોંધાયું હતું જે ત્રણ ડીગ્રીના વધારા સાથે ર૭ ડીગ્રીને પણ પાર કરી ગયું છે.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭પ ટકાને  પણ પાર કરી જતા હાઈ-વે તથા વહેલી સ.વારે શહેરના માર્ગો પર ધુમ્મસનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. તાપમાનમાં વધારો થતા લોકોને ઠંડીમાંથી રાહત મળી હતી.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧ર ડીગ્રી અને મહત્તમ તાપમાન ર૭.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહ્યું હતું તથા પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર.૯ કિ.મી.ની રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00