મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

દ્વારકામાં હોટલના જનરલ મેનેજરને માલિકના કહેવાથી ઠમઠોરાયાની રાવ

જામનગર તા. ૧૪ઃ દ્વારકાની એક હોટલમાં નોકરી કરતા જનરલ મેનેજરને વર્તમાન નોકરીના સ્થળના ભાગીદારના ડખ્ખામાં થોડા દિવસ પહેલાં એક ભાગીદારના કહેવાથી લાકડીઓ વડે ઠમઠોરવામાં આવતા તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં તે હોટલના એક ભાગીદારે બીજા ભાગીદાર સામે પોતાના પર હુમલો કરાવ્યાની આશંકા સેવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર સહિત બે સામે ગુન્હો નોંધ્યો છે.

દ્વારકાના ભદ્રકાળી ચોકમાં આવેલી રાજધાની હોટલમાં જનરલ મેનેજરની નોકરી કરતા આદિત્યરંજન વસંતકુમાર મોહંતીને થોડા દિવસ પહેલા દ્વારકામાં એક સ્થળે નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર સિદ્ધાર્થ ઉર્ફે સન્ની આર. બારોટના કહેવાથી શાહનવાઝ પઠાણ નામના શખ્સે રોકી તુ અવારનવાર બાજુમાં આવેલી હોટલ સંસ્કૃતિ ઈનમાં કેમ જાશ? તેમ કહી લાકડી વડે માર માર્યો હતો. જેની આદિત્યરંજને ગઈકાલે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૧૨૦ (બી), ૩૨૩, ૧૧૪, જીપીએક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

આ હુમલાની નોંધાવાયેલી ફરિયાદમાં જનરલ મેનેજરે જણાવ્યા મુજબ તેઓ હોટલ રાજધાનીમાં નોકરી કરે છે જ્યારે આ હોટલમાં ડીવાયએસપી પુત્ર સિદ્ધાર્થ તથા રાકેશભાઈ બારાઈ ભાગીદારો છે. જેમાંથી રાકેશભાઈ બારાઈએ અલગ થવાની તજવીજ કરી બાજુમાં જ સંસ્કૃતિ ઈન નામની હોટલ બનાવી છે. જેમાં આદિત્યરંજન અવારનવાર જતા હોય તે બાબત સિદ્ધાર્થને ખટકતા તેણે જનરલ મેનેજરને કહ્યું હતું. તેમ છતાં અવરજવર યથાવત રહેતા જનરલ મેનેજરને ધોકાવાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં ત્રણેક દિવસ પહેલાં ભીડભંડજન મહાદેવ મંદિર સામેના રોડ પર આવેલા જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટસ સંકુલમાં સવારે સાડા સાતેક વાગ્યે રોજિંદાક્રમ મુજબ આવેલા રાકેશભાઈ બારાઈ પર બે બુકાનીધારી શખ્સોએ બાઈકમાં ધસી આવી પાછળ બેસેલા શખ્સે લાકડીઓ ફટકારી હોવાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. જેમાં પણ રાકેશભાઈએ પોતાના ભાગીદાર અને નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર સિદ્ધાર્થ બારોટની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

દ્વારકા તાલુકાના ગઢેચી ગામમાં વસવાટ કરતા ધનાભા લખમણભા સુમણીયા મંગળવારે રાત્રે આઠેક વાગ્યે ગામમાં આવેલી પાનની દુકાને ઉભા હતાં ત્યારે ત્યાં આવેલા ખતુંબા ગામના રાજપારભા જીવાભા તથા મુળવેલ ગામના રાજેશભા ગાભાભા માણેક નામના બે શખ્સોએ ગાળો બોલવાનું શરૃ કરતા ધનાભાએ તેમને વાર્યા હતાં આથી ઉશ્કેરાયેલા રાજેશભાઈએ પોતાની પાસે રહેલી છરી રાજેશભાની પીઠમાં હુલાવી દીધી હતી. જ્યારે રાજપારભાએ માથામાં સોડા બોટલ ફટકારી હતી. તે ઉપરાંત ઢીકાપાટુ મારી બંને હુમલાખોરો નાસી ગયા હતાં. પોલીસે ધનાભાની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription