કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

વિસા શ્રીમાળી સુવર્ણકાર સેવા મંડળ દ્વારા રવિવારે યોજાશે ૧૪મો રમતોત્સવ

જામનગર તા. ૧૧ઃ શ્રી આણદાબાવા સેવા સંસ્થાના પ.પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદથી જામનગર વિસા શ્રીમાળી સુવર્ણકાર સેવા મંડળ દ્વારા જ્ઞાતિજનો માટે બ્રહ્મલીન મહંતશ્રી રામપ્રસાદજી મહારાજની પુણ્ય સ્મૃતિ નિમિત્તે તા. ૧૩-જાન્યુઆરી-ર૦૧૯, રવિવારના સમાજ પ્રમુખશ્રી ચંદ્રકાન્ત ટી. આડેસરાની ઉપસ્થિતિમાં ૧૪મો રમતોત્સવ લીમડાલાઈન, શ્રી આણદાબાવા આશ્રમના પટાંગણમાં યોજાશે.

આ રમતોત્સવનું દિપ પ્રાગટ્ય બિપીનભાઈ જે. ધોળકીયા અને ઉદ્ઘાટન પ્રદીપકુમાર પી. ઘેડિયા કરશે. વિશેષ આકર્ષણરૃપ જ્ઞાતિજનો માટે ક્રિકેટ મેચ સોની સમાજ અને સુવર્ણકાર સેવા મંડળ વચ્ચે રમાશે. આ ઉપરાંત ભાઈઓ-બહેનો અને બાળકો માટે વિવિધ જુથમાં રમત-ગમતની સ્પર્ધાઓ યોજાશે. કોઈપણ સ્પર્ધામાં ભાગ લેવા માટે નામ સ્થળ ઉપર જ નોંધવામાં આવશે તેમ મંત્રી ભરતેન્દુ એલ. વજાણીએ જણાવેલ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription