પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

બહેનની મસ્તી કરતા શખ્સોને ટપારવા જતાં બે યુવાનો પર હુમલો

જામનગર તા. ૧૨ઃ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એક યુવાને પોતાની બહેનની મસ્તી કરતા શખ્સને ટપારતા તેના પર ચાર શખ્સોએ ઘરે આવી હુમલો કર્યાે છે અને છરીના ઘા ઝીંક્યા છે. જ્યારે હાપા ખારી વિસ્તારમાં આ જ મુદ્દે એક યુવાનને ચાર શખ્સોએ કોશ ઝીંકી ઈજા પહોંચાડી છે.

જામનગરના ગુલાબનગર નજીકની શ્યામ ટાઉનશીપમાં રહેતા સાગર પરસોત્તમભાઈ ચૌહાણ નામના સતવારા યુવાનની બહેનનો ત્યાં જ રહેતો માનવ રાઠોડ નામનો શખ્સ અવારનવાર પીછો કરતો હોય સાગરે તેને તેમ કરવાની ના પાડી હતી. આથી માનવ ઉશ્કેરાયો હતો. આ શખ્સે ગઈકાલે પોતાના ત્રણ સાગરિતો સાથે સાગરના ઘેર આવી તેના પર ધોકા, છરી વડે હુમલો કર્યાે હતો. આ વેળાએ સંજય પરમાર છોડાવવા વચ્ચે પડતા તેને પણ માર મારવામાં આવ્યો હતો. ઈજા પહોંચાડી હુમલાખોરો નાસી છૂટયા હતા. પોલીસે સાગર ચૌહાણની ફરિયાદ પરથી હુમલાખોરો સામે ગુન્હો નોંધી તેઓની શોધખોળ શરૃ કરી છે.

જામનગરના હાપા ખારી વિસ્તારમાં રહેતા દીપક વિરસિંગ કોળી નામના યુવાનની બહેનની તે જ વિસ્તારમાં રહેતો દીપી પ્રેમજી નામનો શખ્સ મસ્તી કરતો હતો તેથી દીપક ગઈકાલે બપોરે તેને ઠપકો આપવા જતાં દીપી તેમજ વિજય પ્રેમજી કોળી, ગોવિંદ પ્રેમજી મારવાડી, રવિ પ્રેમજી મારવાડીએ ગાળો ભાંડી કોશ, ઢીકાપાટુ વડે હુમલો કરી દીપકને માર માર્યાે હતો. એએસઆઈ ડી.એન. જોષીએ ગુન્હો નોંધી આરોપીઓની શોધ આરંભી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription