ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

શાળાએ જવાનું કહીને લાપતા બનેલો બાળક ગોવાના પણજીમાંથી સાંપડ્યો

જામનગર તા. ૧૨ઃ જામનગરના મેહુલનગર વિસ્તારમાં કેવલીયા વાડીમાં રહેતા એક વિપ્ર પરિવારનો ધો. ૧૦માં ભણતો પુત્ર સોમવારે સાયકલ પર શાળાએ જવાનું કહીને નીકળ્યા પછી ગુમ થયો હતો. તે બાળકને શોધવા માટે તેના પરિવારે સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોનો સહયોગ માગ્યા પછી આ બાળકનો પત્તો ગોવાના પણજીમાંથી સાંપડ્યો છે. પણજી પોલીસની સતર્કતાના કારણે તે બાળક આજે તેના પરિવારને પરત મળશે.

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારથી આગળ આવેલા મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ નજીકની કેવલીયા વાડીમાં સ્વયંમ્ નામના મકાનમાં વસવાટ કરતા નીખિલભાઈ દિનેશભાઈ મહેતા નામના વિપ્ર યુવાનનો ૧૪ વર્ષનો પુત્ર સ્વયંમ્ સોમવારે વેકેશન ખુલતા પોતાની શાળા-પુરોહિત સ્કૂલે જવા માટે ઘેરથી સાયકલ પર રવાના થયા પછી સાંજે શાળા પૂર્ણ થવાના સમય પછી પણ પરત નહીં ફરતા તેનો પરિવાર ચિંતીત બન્યો હતો. પિતા નીખિલભાઈ વિગેરેએ આ બાળક ગુમ થયો હોવાની સોશ્યલ મીડિયા મારફત જાણ કર્યા પછી આખી રાત પુત્રની જે-જે સ્થળોએ સ્વયંમ્ ગયો હોવાની આશંકા હતી તે તમામ સ્થળોએ તપાસ કરી હતી પરંતુ આ વિદ્યાર્થીના સગડ મળ્યા ન હતાં.

તે દરમ્યાન જામનગરના મોટાભાગના વોટ્સએપ ગ્રુપમાં આ તરૃણનો ફોટો તથા વિગતો ફરી વળ્યા હતાં અને આ તરૃણ અંગે કોઈ જાણકારી હોય તો માહિતી આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. જેની સાથે સાથે બપોરે પિતા નીખિલભાઈ મહેતા સિટી 'સી' ડિવિઝનમાં પોતાનો પુત્ર ગુમ થયો હોવાની જાણ પણ કરી હતી તેથી પોલીસ પણ આ બાળકને શોધવા માટે હરકતમાં આવી હતી.

આ બાળક જામનગરથી સોમવારે નીકળ્યા પછી ગઈકાલે કોઈપણ રીતે મહારાષ્ટ્રના ગોવાના પણજીમાં પોલીસને જોવા મળતા ત્યાંની પોલીસે આ બાળકને સાંત્વના આપી પુછપરછ કરતા આ બાળકે પોતે જામનગરનો રહેવાસી હોવાનું અને પુરોહિત સ્કૂલમાં અભ્યાસ કરતો હોવાનું જણાવતા પણજી પોલીસે ગુગલમાં પુરોહિત સ્કૂલ સર્ચ કર્યા પછી તેમાંથી તે શાળાના લેન્ડલાઈન નંબર મેળવ્યા હતાં જેના પર પણજી પોલીસે સંપર્ક કરી આ બાળક વિશેની વધુ માહિતી માંગતા સ્વયંમ ગોવાના પણજીમાં હોવાનું બહાર આવ્યું હતું. ત્યારપછી શાળા મારફતે નીખિલભાઈને તે વિગતો અપાતા નીખિલભાઈએ પોલીસનો સંપર્ક કરી ઉપરોક્ત વિગતો આપી હતી. એસપી શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ જામનગર પોલીસે પણજી પોલીસનો સંપર્ક કરી તે બાળકને ત્યાં જ રાખવાની સૂચના આપ્યા પછી ગઈકાલે જ નીખિલભાઈ સહિતનો પરિવાર સ્વયંમ્ને લેવા માટે પણજી રવાના થયો છે. આ બાળક જામનગરથી ગોવા અને પણજી કઈ રીતે પહોંચ્યો તે બાબત તેના પરિવારના ત્યાંથી પરત ફર્યા પછી જાણવા મળશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription