ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

પુત્રીને પ્રેમલગ્ન કરતી અટકાવવા માટે કરાયેલી મનાઈ હુકમની માંગણી રદ

જામનગર તા. ૧૨ઃ જામનગર તાલુકાના શેખપાટમાં રહેતા એક યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયા પછી તેઓએ લગ્નગ્રંથીથી જોડાવાનો નિર્ધાર કર્યો હતો. આ બાબતની યુવતીના પરિવારને જાણ થતા મનદુઃખ થયું હતું. જેના કારણે આ યુવતી વિકાસગૃહમાં રહેવા ચાલી ગઈ હતી. તે પછી બંનેએ લગ્ન કરી લેવા તજવીજ કરતા યુવતીના માતા-પિતાએ અદાલતમાં દિવાની રાહે દાવો નોંધાવી મનાઈ હુકમની માંગણી કરી હતી. આ દાવા અંતર્ગત યુવક તથા યુવતી તરફથી હાજર થયેલા વકીલે દલીલ કરી હતી કે પુખ્તવયના યુવક-યુવતીને મળેલા મુળભૂત અધિકાર મુજબ તેઓ ઈચ્છે તે વ્યક્તિ સાથે પોતાનું લગ્નજીવન વિતાવવા સ્વતંત્ર છે, બંધારણીય અધિકારની સામે કોઈ અન્ય ખાસ કાયદાની જોગવાઈની તકરાર થાય ત્યારે બંધારણીય જોગવાઈ સર્વોપરી છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી અદાલતે યુવતીના માતા-પિતાની મનાઈ હુકમની માંગણી નામંજુર કરી છે. યુવક-યુવતી તરફથી વકીલ અનિલ જી. મહેતા, પ્રતિક ભટ્ટ, નિકુંજ લીંબાણી, પાર્વતી મોકરીયા, વી.એસ.જાની રોકાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription