પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

નગરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ લઘુત્તમ ૧૪ ડીગ્રી

જામનગર તા. ૧રઃ જામનગરમાં ૮ ડીગ્રી જેટલું સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયા પછી ક્રમશઃ તાપમાનમાં ૬ ડીગ્રીનો વધારો થયો છે. જેના પગલે જામનગરમાં ઠંડીનું જોર ઘટી ગયું છે. આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૪ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં ગત્ તા. ૯.ર.ર૦૧૯ ના ૮ ડીગ્રી જેટલું સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. જેથી લોકોએ હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો, પરંતુ ત્યારપછી છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનમાં વધારો થતા, ઠંડીમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જામનગરમાં છેલ્લા ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૬ ડીગ્રીનો તથા મહત્તમ તાપમાનમાં ૩.પ ડીગ્રીનો વધારો થયો છે. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૪ ડીગ્રી અને મહત્તમ તાપમાન ર૭.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૬ ટકા રહ્યું હતું. આજે મસીનો ઉપદ્રવ ચાલું રહ્યો છે. જ્યારે પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription