મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

કેબલ ઓપરેટરોને દરરોજ ચોવીસ કલાકના પ્રસારણની સીડી કંટ્રોલરૃમમાં મોકલવા આદેશ

ખંભાળીયા તા. ૧૪ઃ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત ૧૨ જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧- ખંભાળીયા મતદાર વિભાગ તથા ૮૨-દ્વારકા મતદાર વિભાગ મતદાન તા. ૨૩-૪-૨૦૧૯ ના થનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ટેકેદારો તરફથી ઈલેકટ્રોનિક મીડિયા માધ્યમથી પ્રસારણ સ્થાનિક કંટ્રોલ રૃમથી તથા ટીવી ચેનલના રાજ્ય, આંતર રાજ્ય કે આંતરરાષ્ટ્રીય તેમજ એમએમ અને એફએમ રેડિયો નેટવર્ક, સિનેમાગૃહો વગેરેથી કરવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજી શકાય તેમજ ચૂંટણી પંચે જાહેર કરેલ આદર્શ આચાર સંહિતાની અમલવારી સુનિશ્ચિત કરી શકાય. ચૂંટણી પ્રચાર સમયગાળા દરમિયાન હરીફ ઉમેદવારો, રાજકીય પક્ષો, સામાન્ય નાગરિકો તરફથી આચાર સંહિતાનો ભંગ થયાની ફરિયાદો મળતી રહે છે. આવી ફરિયાદોમાં તથ્ય છે કે કેમ? તે ચકાસી શકાય તથા આદર્શ આચાર સંહિતાનું કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કોઈ કલમોનો કે અત્રેથી બહાર પાડવામાં આવેલ કલમ-૧૪૪ હેઠળના જાહેરનામાનો ભંગ છે કે કેમ? તે ચકાસી જો ભંગ થયાનું જણાય તો તાકીદના ધોરણે સંબંધિતો સામે યોગ્ય પગલા લઈ શકાય તે માટે આદેશ કરવો જરૃરી જણાય છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાને મળેલ સત્તાની રૃએ એક જાહેરનામું બહાર પાડી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં સ્થાનિક કેબલ ટીવી નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહો, એએમ અને એફએમ રેડિયો, દૂરદર્શન કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરે દ્વારા ઈલેક્ટ્રોનિક પ્રસાર માધ્યમ તરીકે તેઓ તરફથી આ જાહેરનામાની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં સુધીના સમયગાળા દરમિયાન પ્રત્યેક દિવસે સવારના ૬ કલાકથી બીજા દિવસના સવારના ૬ કલાક સુધીમાં કરવામાં આવેલ પ્રસારણની પ્રત્યેક સીડી બીજા દિવસે સવારના ૧૦ઃ૩૦ કલાક સુધીમાં જિલ્લા કક્ષાની મીડિયા મોનીટરીંગ કમિટીના સભ્ય સચિવને રૃબરૃ પહોંચાડી, સીડી પહોંચ્યા બદલ પહોંચ મેળવી રેકોર્ડમાં જાળવવી, જરૃરિયાતના પ્રસંગે ૨૪ કલાક પૂરા પહેલા પણ કરવામાં આવેલ પ્રસારણની સીડી માંગવામાં આવે તો રજુ કરવી તેમજ આદર્શ આચાર સંહિતાની અમલવારી અર્થે નિયુક્ત નોડલ અધિકારી તથા સંબંધિત ચૂંટણી અધિકારીએ પણ જરિૃયાતના કિસ્સામાં તાકીદે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription