મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

કોંગ્રેસે અન્ય પાટીદાર ઉમેદવાર માટે આદરી કવાયતઃ જયંતિભાઈ સભાયા ચર્ચામાં

જામનગર તા. ૧૪ઃ અદાલતમાં ચાલતી કાનૂની કાર્યવાહી અને ચૂંટણી લડવા માટે કાનૂની મંજુરીને લઈને હાર્દિક પટેલની જામનગરની બેઠક પરથી ચૂંટણી લડવા અંગે સસ્પેન્સ સર્જાતા કોંગ્રેસ દ્વારા અન્ય પ્રબળ પાટીદાર ઉમેદવારની શોધખોળ શરૃ થઈ હોવાનું સૂત્રો જણાવે છે.

જામનગરની લોકસભા બેઠક પરથી હાર્દિક પટેલ ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે, પણ તેની સામે કાનૂની પ્રક્રિયા ચાલી રહી હોવાથી જ્યાં સુધી તેને કાયદેસર રીતે ચૂંટણી લડવા માટે મંજુરી નહીં મળે ત્યાં સુધી જામનગર તો શું, ઉંઝા કે  અમરેલીમાંથી કે કોઈપણ બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકે.

આ સંજોગોમાં કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી તથા મોવડીમંડળે હાર્દિકના વિકલ્પરૃપે અન્ય ઉમેદવારની શોધખોળ પણ હાથ ધરી છે.

આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે કોંગ્રસ પક્ષ આ વખતે પાટીદાર ઉમેદવારને જ ટિકિટ આપવા મક્કમ છે, અને તેમાં જયંતિભાઈ સભાયાનું નામ ચર્ચામાં મોખરે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ઠેબા ચોકડી પાસે હાર્દિકની હાજરીમાં યોજાયેલ કિસાન  સમ્મેલનનું સમગ્ર આયોજન જયંતિભાઈ સભાયાએ કર્યું હતું. જેમાં જામનગર જિલ્લાના કોંગી ધારાસભ્યો, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના અગ્રણીઓને ઉપસ્થિત રાખવામાં સફળ થયા હતાં. એટલું જ નહીં, પણ આ સભા-કાર્યક્રમમાં પંદરેક હજારની જનમેદની ઉમટી પડી હોવાથી સભાને સારી સફળતા મળી હોવાના રિપોર્ટ દિલ્હી સુધી પહોંચ્યા હતાં.

ત્યારપછી તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલ કોંગ્રેસની જનસંકલ્પ રેલીમાં જામનગરથી એકાદ હજાર જેટલા કોંગી કાર્યકર્તાઓની આવવા-જવાની, ચા-પાણી, નાસ્તો, જમવાની તમામ વ્યવસ્થા પણ જયંતિભાઈએ કરી હોવાનું જાણવા મળે છે.

જો કે જયંતિભાઈને 'પેરેશૂટ ઉમેદવાર' જણાવી વિરોધ કરનારા કોંગીના સ્થાનિક નેતાઓ કે કાર્યકરો પણ હવે ઠંડા પડી ગયા છે અને તેથી હાર્દિકના સ્થાને જયંતિભાઈને ટિકિટ મળે તો વાંધો-વિરોધ નથી તેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે.

હાર્દિક પટેલને ચૂંટણી પંચ કે કોર્ટ દ્વારા ચૂંટણી લડવા માટે ક્યારે મંજુરી મળશે તે નક્કી થતું નથી, પણ આવતીકાલે બીજા જજ સામે સુનાવણી હાથ ધરાશે અને ત્યારપછી તા. ર૮ મી માર્ચ, ર૦૧૯ સુધીમાં તેની મંજુરી માટેની લડત ચાલુ રહેશે. સામા પૂરમાં તરવાની સ્થિતિમાં હાર્દિક જામનગરથી ઉમેદવારી અંગે સસ્પેન્સ સર્જાયું છે. પરિણામે જામનગર બેઠક પર કોંગીના ઉમેદવાર અંગે પણ હાલતુરત સંસ્પેન્સ જળવાયેલું રહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription