જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

પાતામેઘપરમાં કૂવામાંથી પાણી સીંચતા શ્રમિક મહિલાનું પટકાઈ પડવાથી મૃત્યુ

જામનગર તા. ૧૪ઃ કાલાવડના પાતામેઘપર ગામમાં આવેલા એક ખેતરમાં વસવાટ કરતા શ્રમિક મહિલા કૂવામાંથી પાણી સીંચતી વખતે અકસ્માતે કૂવામાં ખાબકી જતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

કાલાવડ તાલુકાના પાતામેઘપર ગામમાં આવેલા બચુભાઈ નાથાભાઈના ખેતરમાં મજુરી કામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના જુસા ગામના વતની સુરેશભાઈ નાનાભાઈ બામણીયા પત્ની મંજુલાબેન (ઉ.વ. ૪૨) સાથે ત્યાં કામ કરવાની સાથે ખેતરમાં જ બનાવી દેવામાં આવેલી ઓરડીમાં વસવાટ કરતા હતાં.

ગઈકાલે સાંજે ઓરડીમાંથી પાણી ભરવા જવાનું કહી ડોલ લઈ મંજુલાબેન ખેતરમાં જ આવેલા કૂવા તરફ ગયા પછી દોઢ કલાક સુધી પરત નહીં ફરતા સુરેશભાઈ તથા અન્ય વ્યક્તિઓએ ત્યાં તપાસ કરી હતી. જેમાં કૂવામાં મંજુલાબેન પડી ગયેલા જણાઈ આવતા તેઓને બહાર કાઢી સારવારમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી પરંતુ વધુ પડતું પાણી પી ગયેલા આ મહિલાનું આજે વહેલી સવારે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પતિ સુરેશભાઈ બામણીયાનું નિવેદન નોંધી મૃતદેહનું પીએમ કરાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00