ખંભાળીયાના સામોર પાસે બાઈક આડે કૂતરૃં ઉતરતા ચાલકનું મૃત્યુ

જામનગર તા. ૨૦ઃ ખંભાળીયાના સામોર ગામ પાસે રોડ પર બાઈક આડે કૂતરૃં ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા હંજરાપર ગામના પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે બે મહિલા પહેલાં બાઈક આડે કૂતરૃં ઉતરતા પતિના બાઈક પરથી સ્લીપ થઈ ગયેલા મહિલાનું પણ મૃત્યુ થયું છે.

ખંભાળીયા તાલુકાના હંજરાપર ગામના નાનજીભાઈ ગોકળભાઈ કણઝારીયા ગઈ તા. ૧૫ની સવારે પોતાના મોટરસાયકલમાં હંજરાપરથી ખંભાળીયા માર્કેટીંગ યાર્ડમાં જવા નીકળ્યા હતાં.

આ મોટરસાયકલ જ્યારે સામોર ગામ પાસે પહોંચ્યું ત્યારે અચાનક કૂતરૃં આડુ ઉતરતા નાનજીભાઈ તેની સાથે અથડાઈ પડ્યા હતાં. આ અકસ્માતમાં માથામાં ઈજા પામેલા નાનજીભાઈને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ થયું છે. જગદીશભાઈ નાનજીભાઈએ પોલીસને જાણ કરી છે.

કલ્યાણપુર તાલુકાના હાટવડીયા ગામના રાજાભાઈ વરજાંગભાઈ રબારી તેમના પત્ની હીમાબેન (ઉ.વ. ૩૫) સાથે ગઈ તા. ૯-૫ના દિને જીજે-૧૦-એએ-૮૩૫૩ નંબરના બાઈકમાં કુળદેવીના દર્શન કરવા માટે આશીયાવદર ગામ તરફ જતા હતાં ત્યારે સૂર્યવદર ગામના પાટીયા પાસે કૂતરૃં આડુ ઉતરતા રાજાભાઈએ જોરદાર બ્રેક મારી હતી જેના કારણે બાઈક સ્લીપ થયું હતું. આ અકસ્માતમાં પાછળ બેસેલા હીમાબેનને માથામાં ઈજા પહોંચી હતી. આ મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription