મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા કચેરી બાર કરોડના ખર્ચે કાર્યરત

ખંભાળીયા તા. ૧૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાની કચેરી નવો જિલ્લો ર૦૧૩ માં થયો ત્યારથી ખંભાળીયાની જી.વી.જે. હાઈસ્કૂલમાં એક બિલ્ડીંગને રીનોવેશન કરીને કાર્યરત હતી.

ધરમપુર પાસે જિલ્લા સેવા સદનના સ્થળે જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા વિકાસ અધિકારી કચેરી કાર્યરત થયા પછી જિલ્લા પોલીસ વડાની કચેરી બાકી હતી. તેની કામગીરી પૂર્ણ થતાં જિલ્લા પોલીસ વડા રોહનકુમાર આનંદ દ્વારા પૂજાવિધિ સાથે પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં નવી કચેરીના સ્થળે કામગરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રૃા. ૧ર કરોડના ખર્ચે અદ્યતન કચેરી

જિલ્લા સેવા સદન સાથે આવેલી આ જિલ્લા પોલીસ વડા દેવભૂમિ દ્વારકાની કચેરી બાર કરોડ રૃપિયાના ખર્ચે અદ્યતન સુવિધા ધરાવતી કચેરી છે. આ કચેરીમાં જિ.પો. વડાના સ્ટાફ સાથે આવેલા અસંખ્ય ઓરડામાં અન્ય ઓફિસોમાં ડી.વાય.એસ.પી. તથા અન્ય જિલ્લા કક્ષાની કચેરીઓ પણ કાર્યરત થઈ શકે તેવી વ્યવસ્થા છે.

રાજય સરકારે તથા જિલ્લાઓમાં બનાવેલ યોજના મુજબ જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા વિકાસ અધિકારી કચેરી તથા જિલ્લા પોલીસ વડા કચેરી એમ ત્રણેય મુખ્ય કચેરી એક જ સંકુલમાં બનાવી તે મુજબ હવે ત્રણેય કચેરીઓ એક જ સ્થળે દેવભૂમિ જિલ્લામાં થઈ છે. હવે એક જ સ્થળે ત્રણેય કચેરીઓના કાર્યો થઈ શકે તેવી શહેરીજનોની સગવડતામાં વધારો થયો છે.

તમામ સંલગ્ન વિભાગો   એક જ સ્થળે

અત્યાર સુધી જિલ્લાની બ્રાંચો સમગ્ર અલગ સ્થળે હતી, તેના કારણે સંકલનમાં વિલંબ થતો હતો. હવે નવી અદ્યતન પોલીસ કચેરી કાર્યરત થતાં હેડક્વાર્ટર, ડીવાયએસપી, એસ.સી. એસ.ટી. સેલ, ડી.વાય.એસ.પી., જિ.પો. વડા કાર્યાલય, ટ્રાફીક બ્રાંચ, એમ.ઓ.બી., એલસીબી, એલઆઈબી સહિતની તમામ જિલ્લા બ્રાંચો એક જ સ્થળે આવી જતાં કામગીરી સરળ થઈ જશે.

જિલ્લો શરૃ થયાના પાંચ વર્ષ પછી જિલ્લા પોલીસ વડા કચેર અને અદ્યત્તન બિલ્ડીંગ પ્રાપ્ત થતાં પોલીસ વર્તુળોમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે.

આચારસંહિતાનું વિઘ્ન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરોડોના ખર્ચે બનેલ જિલ્લા સેવા સદનનું બિલ્ડીંગ, જિ.પં.નું બિલ્ડીંગનું લોકાર્પણ ભવ્ય સમારોહ સાથે થયું હતું. જ્યારે આ બિલ્ડીંગમાં લોકસભા ચૂંટણીની આચારસંહિતા નડી જતાં કોઈ ઉદ્ઘાટન વગર ઓફિસ શરૃ કરાઈ છે. પછી ભવિષ્યમાં ઉદ્ઘાટન થાય તો નવાઈ નહીં.

(તસ્વીરઃ મુકેશ મોકરીયા)

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription