કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

શિક્ષકોને અન્ય કામગીરીમાં જોડતા શિક્ષણનું સ્તર નિમ્ન કક્ષાએ પહોંચ્યુ

જામનગર તા. ૧રઃ ગુજરાત રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોને શિક્ષણ સિવાયની અનેક અન્ય કામગીરી સોંપવામાં આવતી હોવાથી ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નિમ્ન કક્ષાએ પહોંચી ગયું હોવાનો આક્રોશ ખંભાળિયા-ભાણવડ વિસ્તારના કોંગી ધારાસભ્ય વિક્રમભાઈ માડમે વ્યક્ત કર્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યમાં આજે પ્રાથમિક તથા માધ્યમિક તેમજ ઉચ્ચ કક્ષાના શિક્ષણનું બીલકુલ નિમ્ન કક્ષાએ ઉતરી જવામાં છે. આઠ ધોરણ પાસ વિદ્યાર્થી આજે તેમની માતૃભાષા ગુજરાતી વાંચી પણ શકતા ન હોય, તેવા અનેક દાખલાઓ જોવા મળેલ છે. તે જ રીતે કોલેજ કરેલ વિદ્યાર્થી સાદો પત્ર લખવા પણ સક્ષમ નથી હોતા. જો આવું લાંબો સમય ચાલશે તો ગુજરાત રાજ્યના યુવાધનને આ સરકાર ભારે નુક્સાન કરી રહી છે.

આજે ગુજરાત રાજ્યમાં શિક્ષકોને તેમના શિક્ષણ કાર્ય સિવાય અન્ય અનેક પ્રકારની કામગીરી સોંપવામાં આવી રહી છે જેના કારણે શિક્ષણનો સત્યાનાશ નીકળી ગયો છે. વર્ષ દરમિયાન શિક્ષણ કાર્યના ર૮૦ દિવસ હોય, તેમાંથી માંડ ૮૦ થી ૧૦૦ દિવસ પણ શિક્ષણ કાર્ય કરવા શિક્ષકને સમય મળતો હશે કે કેમ? એ પણ મોટો પ્રશ્ન છે.

આજે શિક્ષકોને શિક્ષણ સિવાયની સોંપવામાં આવતી  કામગીરીમાં પ્રવેશોત્સવ, ગુણોત્સવ, મિશન વિદ્યા જેવા સરકારી કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મોકલવામાં આવે છે. ઉપરાંત બી.એલ.ઓ.ની કામગીરી, ચૂંટણીની કામગીરી, સર્વેની કામગીરી અને શિક્ષકોને સરકારી કાર્યક્રમોમાં ફરજિયાત પણે જોતરવામાં આવે છે, ત્યારે આ સરકારને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોવાનું દેખાતું નથી. ખેલ મહાકુંભ, આધાર કાર્ડની કામગીરી, બીઆરસી, સીઆરસીની તાલીમ શિબિર, આરોગય વિભાગ દ્વારા ઓરી અને રૃબેલાની કામગીરી, સરકારી કાર્યક્રમોમાં મેદની એકઠી કરવાની કામગીરી, સરકારશ્રીના લોકો માટેના બીનઉપયોગી કાર્યક્રમો (તાયફાઓ) અને સરકારના વિવિધ અભિયાનોમાં પણ શિક્ષકોને જોડવામાં આવે છે. પરીક્ષાના સમયમાં પણ શિક્ષકોને અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત રાખવામાં આવે છે. આમ આવી બધી કામગીરીથી ગુજરાત રાજ્યના શિક્ષણની ઘોર ખોદવામાં આવી રહી છે. તેમજ ગુજરાતનું શિક્ષણ દેશમાં છેલ્લે અને નિમ્ન કક્ષાએ પહોંચાડી દેવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યમાં આજે ખૂબ જ મોટા પ્રમાણમાં શિક્ષિત બેકારી હોવાથી આવા શિક્ષિત ગ્રેજ્યુએટ અને ભણેલાઓ હોય, તેઓને ઉપરોક્ત શિક્ષકોને સોંપવામાં આવતી કામગીરી સોંપવામાં આવે તો, આવા માણસો દ્વારા કરવાની થતી કામગીરી પણ સારી થાય અને આ બધા કામ વગરના લોકોને કામ સાથે રોજીરોટી પણ મળતી રહે. જો આમ કરવામાં આવે તો શિક્ષકો પોતાના મુખ્ય કાર્યમાં વ્યવસ્થિત અને પૂરૃં ધ્યાન આપી શકવાથી શિક્ષણનું સ્તર પણ સુધરી શકે તેમજ આજની ઉગતી પેઢીનું કાંઈક અંશે ભવિષ્ય પણ સધુરી શકે તેમ રજૂઆતના અંતે જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription