ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

ભાણવડના રાણપરમાંથી ખનિજ ચોરીની સામગ્રી ઝડપાઈ

ભાણવડ તા. ૧૫ઃ એક તરફ લોકસભાની ચૂંટણીઓના ઢોલ વાગી રહ્યા છે એવા સમયે જ ભાણવડમાં ખનિજ માફીયાઓ સક્રિય બન્યા છે અને લાંબા સમયથી બંધ કરાવી દેવામાં આવેલી ગેરકાયદેસર ખનિજ ઉત્પન્ન પ્રવૃત્તિઓ સજીવન થવા લાગી હોય તેમ છેલ્લા ગણતરીના દિવસોમાં બીજી વખત ખનિજ ચોરી ઝડપાઈ છે. ભાણવડ તાલુકાના રાણપર ગામેથી ભૂસ્તર વિભાગ ખનિજ ખાતાએ આજે વહેલી સવારથી જ દરોડા પાડવાનું શરૃ કરેલ હતું. પરંતુ ખનિજ માફીયાઓને કોણ જાણે ક્યાંથી આની ભનક લાગી જતી હોય છે કે દરોડા સમયે એકપણ ખનિજ માફીયા હાથ લાગતા નથી ત્યારે આજે પણ આવું જ બન્યું હતું. રાણપર વિસ્તારોમાં રોયલ્ટી ઈન્સ. ભવદિપ જે. ડોડીયા તેમજ ટીમે વહેલી સવારથી દરોડા શરૃ કરી કુલ બે ચકરડી અને એક મશીન બિન વારસુ કબ્જે લીધા હતા જો કે ખનિજ માફીયાઓ ફરાર થઈ ગયા હતા અને ખનિજ ઉત્ખનની ઉપરોક્ત સામગ્રી જ હાથ લાગી હતી. મશીનરીનો કબ્જો લઈ હાલ ભાણવડ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. અને કુલ કેટલું ખનિજ ઉત્ખનન કરવામાં આવેલ છે તેની ગણતરીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જાણવા મળ્યા મુજબ આ દરોડા દરમ્યાન સ્થાનિક કે જિલ્લાની પોલીસને જાણ કરવામાં આવેલ ન હતી. જો કે આગામી તા. ૨૩ એપ્રિલના મતદાન સુધી તો ખનિજ માફીયાઓને ખનિજ ચોરી કરવાની મુક સંમતિ આપી દેવામાં આવી છે અને સ્થાનિક કે જિલ્લાની પોલીસને પણ રાજકીય માણસોની ઓફિસોમાંથી આ અંગે ભલામણના ફોન થઈ ગયા હોવાની ખાનગી સૂત્રોમાંથી વાત સાંભળવા મળી રહી છે. ત્યારે ટૂંકા ગાળામાં જ બીજી વખત ખનિજ ચોરી કે તેની મશીનરી ઝડપાતા ચર્ચા જાગી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription